રાજકોટ
News of Saturday, 21st November 2020

હડાળા પાસે બે જુથ વચ્ચે મારામારીઃ ૪ને ઇજા

રાજકોટ : કોઠારીયા (રંગાણી) ગામમાં રહેતા વેલા હમીરભાઇ હાડગરડા (ઉ.૬૦) નારણ વેલાભાઇ હાડગરડા (ઉ.ર૮) અજય તેજાભાઇ હાડગરડા (ઉ.૩૪) લાલા તેજાભાઇ હાડગરડા (ઉ.૩૬) બપોરે પોતાની વાડીએ જતા હતા ત્યારે હડાળાના પાટીયા પાસે ગામમાં જ રહેતા શૈલેષ પરમાર, ખેંર પરમાર, કીરણ પરમાર, સુરેશ પરમારે જુના મનદુઃખનો ખારરાખી ધોકા, પાઇપ, ધરીયા વડે મારમારી નાશી ગયા હતા આ અંગે વેલાભાઇ, નારણ, અજય અને લાલાને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)