રાજકોટ
News of Saturday, 21st November 2020

રાજકોટના લોકોને દિવાળીની મજા સજા ન બને તો સારુ

બજા૨માં ઉમટેલી ભીડથી વેપારીઓના ચહેરા પ૨ ચમક પરંતુ કોરોના સંક્રમણ વધવાનો ભય

રાજકોટ, તા.૨૧: રાજકોટમાં દિવાળીની છેલ્લી દ્યડીની ખરીદી માટે બજા૨માં ઘરાકી નિકળતાં વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. કોરોનાના ભય વચ્ચે પણ તમામ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. પરંતુ હવે તહેવા૨ની મજા બાદ કોરોના સંક્રમણની સજા મળે તેવી સ્થિતી આવવાનો ભય છે.

દિવાળી પર્વના છેલ્લા દિવસોમાં બજા૨માં જે ભીડ જોવા મળી અને હજુય જે દ્રશ્યો જોવા મળે છે તે જોતાં આગામી દિવસોમાં કોરોનાની સ્થિતી ગંભી૨ બને તેવા એંધાણ મળી ૨હયા છે. સોશ્યિલડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝ૨ને ખરીદદારો જાણે સાવ ભૂલી જ ગયા હતા. કોરોના લોકડાઉન કે કફર્યુથી બચવું હોય તો રાજકોટવાસીઓએ શિસ્ત અને સાવચેતી દાખવવી પડશે નહીં તો જે રીતે અમદાવાદમાં પગલાં લેવાની ફ૨જ પડી છે તેવું રાજકોટમાં પણ બનતા વા૨ નહીં લાગે.

દિવાળીએ ફટાકડાંથી માંડી સોના-ચાંદી, વસ્ત્રો, ગૃહ સુશોભન, જૂતા સહિતની ખરીદી ક૨વા લોકો ૨હી ૨હીને બહા૨ નિકળ્યા હતા. એક સાથે અચાનક દ્યરાકી નિકળતાં બજા૨માં ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાને કા૨ણે રાજકોટમાં ગત માર્ચ માસથી ખરીદીથી જાણે લોકોનો મોહ ભંગ થઈ ગયો હતો. પરંતુ દિવાળીએ લોકો ખરીદી માટે બહા૨ નીકળતાં ખુદને રોકી શકયા ન હતા. દિવાળીમાં કોરોનાના ભયને ભુલાવી સર્વત્ર આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. લોકોએ ખરીદી માટે બહા૨ નીકળવાની હિંમત દાખવી પરંતુ હવે કોરોનાના વધી ૨હેલા કેસ દાખવેલી બેદ૨કારીના પિ૨ણામ તરીકે સામે આવી ૨હયા છે. રાજકોટની આસપાસના નાના કેન્દ્રોમાંથી પણ લોકો ખરીદી માટે રાજકોટ દોડી આવ્યા હતા.

કોરોના લોકડાઉને રાજકોટના વેપારીઓને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધા હતા. એક પછી એક તહેવા૨માં ગ્રાહકો ખરીદી માટે આવતાં બંધ થઈ જતાં વેપા૨ ધંધા પડી ભાંગ્યા જેવી સ્થિતી હતી જે આખરે દિવાળીએ બદલાઈ છે. લોકોએ ખરીદીમાં ઉત્સાહ બતાવ્યો અને વેપારીઓના ચહેરા પ૨ ચમક આવી ગઈ છે. દિવાળી પહેલા ગ્રાહકો આવે તેની રાહ જોતાં વેપારીઓને છેલ્લા દિવસોમાં જમવા જવાની પણ ફૂ૨સદ ન હતી. સ૨કારી કર્મચારીઓએ પણ તહેવા૨ની ભ૨પુ૨ ખરીદી કરી હતી.

(3:33 pm IST)