રાજકોટ
News of Thursday, 21st November 2019

કાલે વોર્ડ નં. ૧-૧૩-૧૫ માં સેવાસેતુ કાર્યક્રમ

કાલે તા. ૨૨ના ત્રણેય ઝોન કચેરીમાં આધારકાર્ડની કામગીરી બંધ : સેવા સેતુ કાર્યક્રમમાં અજરદારોને વિનામૂલ્યે ડેન્ગ્યુની દવાનું વિતરણ

રાજકોટ,તા.૨૧: રાજય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહિવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓનુ ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ શહેરના વોર્ડ વાઈઝ પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તમામ વોર્ડમાં યોજવાનુ આયોજન આવતીકાલે તા.૨૨નાં વોર્ડ નં.૧,૧૩,૧૫માં કરવામાં આવ્યુ છે. તેમ  સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને  મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ની સંયુકત યાદીમાં જણાવ્યુ છે.

વેસ્ટ ઝોન વોર્ડ નં.૦૧મા સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનું ગ્રાઉન્ડ

૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે યોજાશે. જેમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરી, વોર્ડ નં.૦૧ કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રભારી દિલીપભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ હિતેશભાઈ મારૂ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ શુકલ, લલિતભાઈ વાડોલીયા, અશોકસિંહ જાડેજા, તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

ઇસ્ટ ઝોન વોર્ડ નં.૧૫, એસ.ટી. ગ્રાઉન્ડ

 અમુલ સર્કલ પાસે, ભાવનગર રોડ ખાતે યોજાશે. જેમાં, ધારાસભ્ય અરવીંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વિરોધ પક્ષ નેતા અને કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન સરવૈયા, અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી નાનજીભાઈ પારધી, વોર્ડ પ્રભારી માવજીભાઈ ડોડીયા, વોર્ડ પ્રમુખ સોમભાઈ ભાલીયા, વોર્ડ મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, અગ્રણી જાદવભાઈ સરવૈયા, પરબતભાઈ હરોડીયા, વાલજીભાઈ ખીમસુરિયા તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૩:શાળા નં.૬૯, અંબાજી કડવા પ્લોટ ખાતે યોજાશે. જેમાં, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમાર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ કાથરોટીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ વિજયભાઈ ટોળીયા, વોર્ડ મહામંત્રી કેતનભાઈ વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, અગ્રણીજયેશભાઈ સોરઠીયા, ભરતભાઈ ગાજીપરા તેમજ સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

લોકોને જુદી જુદી યોજનાઓ માટે જુદા જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવાસેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવશે જ નિકાલ થશે એટલે કે, લોકોના દ્યર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. 

સેવાસેતુ કાર્યક્રમમાં હોમ્યોપેથીક ડો.મેદ્યાણી સાહેબની ટીમ દ્વારા નિશુલ્ક ડેન્ગ્યુંની અટકાયતી દવા આપવામાં આવશે. દરમિયાન કાલે તા.૨૨ના સેવા સેતુ કાર્યકારી હોવાથી મ્યુ કોર્પોરશેનની ત્રણેય ઝોન કચરેી ખાતે આધારકાર્ડની કામગીરી બંધ રહેશે તેમ મ્યુ . કોર્પોરેશનની સતાવાટ યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)