રાજકોટ
News of Thursday, 21st November 2019

એક સ્થળે ૩ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા ૧૨૨ તલાટીની બદલીનો ગંજીપો ચીપતા કલેકટરઃ કલાર્ક પણ બદલાયા

ધીરૂ પુરોહીત - તન્મય શેખલીયા - ભવાન પટેલ - અમિત સોલંકીની પણ બદલીઃ કુલ ૧૪૯ તલાટીમાંથી ૧૨૨ બદલાયા

રાજકોટ તા.૨૧: રાજ્યના જીલ્લા કલેકટર શ્રિ રેમ્યા મોહને જબરી સાફસસુફી હાથ ધરી છે. ગત મોડી રાત્રે ત્રણ વર્ષોથી વધુ સમયથી એક સ્થળે ફરજ બજાવતા ૧૨૨ તલાટીની એકી સાથે બદલીનો ગંજીપો આપતા  તલાટી -કારકુનો - નાયબ મામતલદારોમાંસોંપો પડી ગયો છે.  અને હવે આગામી દિવસોમાં કોનો વારો ચડી જશે તેવી ચર્ચાએ જોર પકડયુ છે. જાણીતા તલાટીઓમાં ધીરૂ પૂરોહીત , તન્મય શેખલીયા, ભવાન પટેલ, અમિત સોલંકીની પણ બદલી થઇ છે, તો ૩ વર્ષથી એક જ સ્થળે ફરજ બાવતા બે કારકૂન એલ કે જાડેજા, જે.એલ રંગપરાની પણ બદલી થઇ છે. છેલ્લે ૨૦૧૬માં તલાટીઓની બદલી થઇ હતી. એ પછી ૨૦૧૯માં બદલીનોો ઘાણવો નીકળ્યો છે. અત્રે એ ઉમેરવુ જરૂરી કે રાજકોટ શહેર- જીલ્લામાં કુલ ૧૪૯ તલાટીઓ છે, તેમાંથી ૧૨૨ની બદલી કરી નાખતા મોટાભાગે સાફાસુફી થઇ છે.

(11:22 am IST)