પીડીયુ મેડીકલ કોલેજમાં ગ્રંથાલય સપ્તાહની ઉજવણી
રાજકોટ : ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત શહેરની પીડીયુ મેડીકલ કોલેજના સેન્ટ્રલ લાયબ્રેરી વિભાગ દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરીબેન ધ્રુના માર્ગદર્શન હેઠળ લાયબ્રેરીયન ડો. રાજેશ એચ. ત્રિવેદીની રાહબરીમાં સપ્તાહભર બુક ટોક, નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન, પુસ્તક વ્યાખ્યાન સહીતના કાર્યક્રમો થયેલ. કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. દરમિયાન રાષ્ટ્રીય કક્ષાનું મેડીકલ, નસીંગના વિદ્યાર્થીઓ માટે જેપી પ્રકાશનનું પુસ્તક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યુ હતુ. જેને સૌ.યુનિ.ના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ. આ તકે માનવીય જીવનમાં પુસ્તકો અને વાંચનની મહત્વતા અંગે પ્રા. મનીષભાઇ રાવલે છણાવટ કરી હતી. આ તકે સિવીલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, પૂર્વ ડીન ડો. એચ. એચ. અગ્રાવત વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા ડો. જી.યુ.કાવઠીયા, વર્ષાબેન જોષી, ચાર્મીબેન ચાવડા, રાહુલભાઇ સોલંકી વગેરેએ જહેમત ઉઠાવી હતી.