રાજકોટ
News of Wednesday, 21st October 2020

એમ.એસ.એમ.ઇ. લોન મેળાનાં પ્રથમ દિવસે યુનિયન બેંકને ૧૦૮ કરોડ માટે પર અરજીઓ મળી

લોન મેળાનો લાભ લેવા બેંકનો અનુરોધ

રાજકોટ, તા., ૨૧: યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયા, આંધ્ર બેન્ક તથા કોર્પોરેશન બેન્કના સંયોજન પછી યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયા બેકીંગ કારોબાર મુખ્યત્વે એમ.એસ.એમ.ઇ.  લોનમાં ખુબ જ અગ્રણી ભુમીકા ભજવી રહેલ છે. આજના બેન્કીંગ ક્ષેત્રમાં યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાએ પોતાના જરૂરીયાતમંદ ગ્રાહકો માટે એમ.એસ.એમ.ઇ. લોન મેળાનું રાજકોટ ક્ષેત્રમાં આયોજન કરવામાં આવેલ. જેમાં પહેલા દિવસે તારીખ ર૦ ના રોજ પર લાભાર્થીઓને રૂપીયા ૧૦૮ કરોડની લોન માટે અરજી પ્રાપ્ત થયેલ છે. આ લોન મેળાનું આયોજન અંચલ પ્રમુખ પ્રમોદ કુમાર સોનીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ક્ષેત્ર પ્રમુખ પ્રદીપકુમાર શ્રીવાસ્તવજી. ઉપક્ષેત્ર પ્રમુખ અવધાનીજી અને સરલ પ્રમુખ અભિષેક જૈનજીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.

 આ લોન મેળા માં  ઉપ મહા પ્રબંધક સાહેબના જણાવ્યા અનુસાર રાજકોટ ક્ષેત્ર રીટેલ લોનમાં ખૂબ સક્રિય રીતે પ્રગતિ કરી રહેલ છે.  આ સાથે લોન મેળો રાજકોટ ક્ષેત્રના અંતર્ગતમાં રાજકોટ, મોરબી તથા સંપૂર્ણ કચ્છ જિલ્લાના જરૂરિયાતમંદ  ઉધમીઓ માટે આયોજિત કરેલ છે.

આ લોન મેળા નો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ ગ્રાહકો સુધી આ સરળ રીતે  પહોંચાડવાનો છે. ગ્રાહકોને બેન્કની વિવિધ યોજનાઓની માહિતી આપવાની સાથે સાથે આ લોન મેળામાં  આગામી તહેવારોના અવસર પર હાઉસિંગ લોન અને માઇલ્સ લોન પર પ્રોસેસિંગ ચાર્જ માફ કરવામાં આવ્યો છે  તથા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેન્ક એ ખૂબ જ આકર્ષક તથા ઓછા વ્યાજ પર અનેક પ્રકારની  લોન યોજનાઓ પ્રસ્તુત કરી છે જેમકે હાઉસિંગ લોન, કાર લોન, અભ્યાસ માટેની લોન, કૃષિ લોન, પર્સનલ લોન  વગેરે. સમયસર લોન પ્રાપ્ત ન થવાના કારણે લઘુ અને મધ્યમ ઉધમીઓને જે પરેશાનીનો સામનો કરવો પડતો  હોય છે તેને સુવિધાપૂર્ણ બનાવવા માટે આ લોન મેળા આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ક્ષેત્રમાં દરેક  પ્રકારની લોન સુવિધાઓ ઉપલબ્ધ છે અને ગ્રાહક પોતાની નજીકની શાખા પસંદ કરી બેન્કને એમની સહાય કરવાનો અવસર આપી શકે છે.

(4:05 pm IST)