રાજકોટ
News of Wednesday, 21st October 2020

નંદા હોલ ચોકથી કોઠારીયા રોડ સુધી ડ્રેનેજ પાઇપ લાઇનનું કામ શરૂ

રાજકોટ : નંદા હોલ ચોકથી કોઠારીયા રોડ, નિલકંઠ પાર્ક, ૮૦ ફુટ રોડ પર શ્રમશ્રધ્ધા ચોક સુધી  રૂ. ૧,૦પ,૭પ,૦૦૦ ના ખર્ચે ૯૦૦ એમ. એમ. ડાયામીટર આરસીસી એન. પી. ૩ ડ્રેનેજ પાઇપ લાઇનનું ખાતમુર્હુત મેયર બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, તથા શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારીના હસ્તે કરવામાં આવ્યું. તે વખતની તસ્વીર. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, તેમજ કોર્પોરેટર અનિતાબેન ગૌસ્વામી, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઇ જોશી, પ્રમુખ જેન્તીભાઇ નોંધણવદરા, મહામંત્રી જગદીશભાઇ વાઘેલા, યોગેશભાઇ ભટ્ટ, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ ફળદુ, જેન્તીભાઇ સરધાર, ભાજપ અગ્રણી કીર્તીબા રાણા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, ગૌતમભાઇ ગૌસ્વામી, જયપાલભાઇ ચાવડા, રમેશભાઇ રામાણી, કાન્તીભાઇ જોબનપુત્રા, કિશનભાઇ જાદવ, અમિતભાઇ કામાણી, નીલેશભાઇ ઠાકર, હિતેન્દ્રભાઇ વડેરા, લાલભા ગઢવી, શકિતસિંહ ઝાલા, હરિભાઇ પસાણી, ડો. રીંકલ મેઘાણી, મહાવીર ઠક્કર, રાજુભાઇ નોંધણવદરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(4:03 pm IST)