રાજકોટ
News of Monday, 21st October 2019

છુટાછેડા અર્થે આપેલ ૭૦ હજારના ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા., ૨૧: અત્રે મામાજી સસરા દિલીપભાઇ કાંતીલાલભાઇ ચાવડાએ ભાણેજ જમાઇ પૃથ્વી સંજયભાઇ સોલંકી વિરૂધ્ધ રૂ. ૭૦,૦૦૦ના સને ર૦૧૬નો વ્યવહાર પુર્ણ કરવા બેંક ઓફ ઇન્ડીયાનો ચેક આપેલ જે ચેક રીટર્ન થતા કરેલ ફરીયાદના કામે પૃથ્વી સોલંકીના બચાવ અર્થે  કરેલ રજુઆત દલીલ ધ્યાને લઇ સ્પેશ્યલ કોર્ટના એડી. ચીફ જયુડી. મેજી. એન.એચ., વાસવોલીયાએ આરોપી પૃથ્વી સોલંકીને નિર્દોષ છોડી મુકવા મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.

આ કેસની વિગતે દિલીપ કાંતીભાઇ ચાવડાની ભાણેજ સાથે આરોપી પૃથ્વી સોલંકીએ પ્રેમલગ્ન કરેલ જે મામાજીને પસંદ ન હોય અને પૃથ્વી સાથે ભાણેજના છુટાછેડા કરવા કરાવવા તકરાર થયેલ અને સમાધાનથી છુટાછેડા અર્થે રૂ.૭૦,૦૦૦ આરોપીએ તેની પત્ની-અવનીને સીકયુરીટી પેટે ચેક આપેલ જે ચેક છુટાછેડા સમયે રોકડમાં રકમ ચુકવ્યે પરત કરવાનો હોય પરંતુ ફરીયાદીએ સદરહુ઼ ચેક પોતા પાસે રાખી લઇ પરત નહી કરતા પૃથ્વી સોલંકીએ બેન્કમાં સ્ટોપ પેઇમેન્ટ કરાવેલ હતું. છતા ફરીયાદીએ સદરહું ચેક બેંકમાં ડીપોઝીટ કરાવી ચેકમાં લખાયેલ રકમ રૂ). ૭૦,૦૦૦ અન્વયેનો ફરીયાદી સાથે કોઇ વ્યવહાર નહી થયેલ હોવા છતા ફરીયાદીએ ચેક રીટર્ન કરાવી નોટીસ પાઠવેલ જેનો જવાબ એડવોકેટ મારફત આપવા છતા ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદના કામે ઉલટતપાસ અને બચાવ કરવા જરૂરી કાર્યવાહી કરી રજુઆત કરેલ જેને તથા કોર્ટ સમક્ષની ફરીયાદ કાયદાના સમય મર્યાદા પહેલાની મુદતમાં ફરીયાદ દાખલ કરેલ હોવાથી અદાલતે ફરીયાદના કામે આરોપી પૃથ્વી સોલંકીને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામે આરોપી પૃથ્વી સંજયભાઇ સોલંકી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા  એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા હિરેન ડી. લિંબડ, મોનીષ જોષી, કુલદીપસિંહ વાઘેલા,  વિરલ વડગામા, મૌલીક ગોધાણી, સીરાકમુદીન સેરસીયા, પિયુષ કોરીગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી.ખસમાણી તથા કરણ ડી.કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:52 pm IST)