રાજકોટ
News of Tuesday, 21st September 2021

વિરાણી અઘાટ પાસે એકટીવામાંથી દારૂની ૬ બોટલ સાથે પરેશ પકડાયો

રાજકોટ તા.ર૧ : ઢેબર રોડ વીરાણી અઘાટ પાસે એકટીવામાંથી દારૂની છ બોટલ સાથે એક શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ભકિતગનર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એ.એસઆઇ. આર. જે. કામળીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ રણજીતસિંહ તથા ભરતભાઇને બાતમી મળતા ઢેબર રોડ જી.જે.૦૩.જે.એફ. ૬૯૪૧ નંબરના એકટીવમાંથી રૂ. ૩ર, ૮ર૦ ની કિંમતની દારૂની ૬ બોટલ સાથે પરેશ ઉર્ફે પલુ ધનજીભાઇ અમીપરા (ઉ.૩ર) (રહે. શ્રદ્ધાપાર્ક શેરી નં.૪) ને પકડી લીધો હતો.

(4:29 pm IST)