રાજકોટ
News of Tuesday, 21st September 2021

કોટડાસાંગાણી તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ધારાસભ્ય લાખાભાઇઃ સહાયની અપાઇ ખાત્રી

રાજકોટ : કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના (૧) જુની મેગણી (ર) નવી મેંગણી (૩) થોરડી (૪) ચાંપાબેડા (પ) કાલભડી(૬) નોંધણચોરા(૭) અનિડા વાછરા (૮) આબડીયાલા (૯) શાપર આ બધા ગામની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવેદના પુર્વક પ્રત્યક્ષ સાભળીને વિગત મેળવી હતી ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ તેમજ રાજકોટ જિલ્લા મંત્રી વિનુભાઇ ઠુમર રાજકોટ જિલ્લા પંચાયત બાલ વિકાસના ચેરમેન ધર્મેન્દ્રભાઇ ટીલાળા કોટડાસાંગાણી ભાજપ પ્રમુખ જસમતભાઇ સાંધાણી કારોબારી અધ્યક્ષ ધીરૂભાઇ કોરાટ જીલ્લા અનુસુચિત મોરચો ઉપપ્રમુખ મુકેશભાઇ રાઠોડ કોટડસાંગાણી તાલુકા ઉપપ્રમુખ રવિરાજસિંહ જાડેજા મહામંત્રી કિશોરસિંહ દાફડા મહામંત્રી વિક્રમભાઇ મેતા, અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઇ પરમાર રવિરાજસિંહ જાડેજા તેમજ તમામ ગામના સરપંચ ગ્રામજનો આગેવાનો આપણા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ આ અસર ગ્રસ્તોને જીલ્લામાંથી તેમજ રાજય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાત્રી આપતા કહ્યું કે કોઇ અસરગ્રસત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સોનું જીવન બહેતર બને તે માટે સરકારમા પ્રયત્નશીલ રહે છે.

(4:04 pm IST)