News of Tuesday, 21st September 2021
રાજકોટમાં બપોર જોરદાર 'રેળો' વરસી ગયો : રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાઃ બાદ ફરી તડકો
રાજકોટઃ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હળવા ભારે ઝાપટા વરસી જાય છે દરમિયાન આજે સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ. દરમિયાન બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ એકાએક વરસાદ તુટી પડયો હતો. થોડીવાર તો ખુબ જ જોર રહયું હતુ. રસ્તાઓ ઉપર તો પાણી ફરી વળ્યા હતા. ત્યારબાદ તડકો નિકળ્યો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૨:૩૦ વાગે સુર્યદેવે દર્શન દિધા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:01 pm IST)