રાજકોટ
News of Tuesday, 21st September 2021

માં કાર્ડ હેઠળ ૭૯ લાખ પરિવારોને આવરી લેવાશે : ગુરૂવારથી અભિયાન

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું માર્ગદર્શન : કાર્ડ ૩ વર્ષ સુધી માન્ય : પરિવારના તમામ સભ્યોને ગંભીર બીમારીમાં સરકારી લાભ

રાજકોટ,તા. ૨૧: રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત માં કાર્ડ તરીકે ઓળખાતુ આરોગ્ય સેવા કાર્ડ આપવા તા. ૨૩મીથી અભિયાન શરૂ થનાર છે. જેના માટે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા તૈયારી થઇ રહી છે. વિધિવત કાર્યક્રમ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે યોજાશે.પાત્રતા ધરાવતા લોકોને આ આરોગ્ય કાર્ડ કાઢી આપવા તા. ૨૩ મીથી ચારેક માસ માટે અભિયાન શરૂ કરાશે. નિર્ધારિત સ્થળે લોકો જઇને નિયમ મુજબ કાર્ડ આપવાનો લક્ષ્યાંક છે. કાર્ડની માન્યતા ૩ વર્ષ સુધીની રહેશે. પરિવારના તમામ સભ્યોને યોજનામાં સમાવિષ્ટ ગંભીર બીમારીના સંજોગોમાં ૫ લાખ સુધીની સારવાર સરકારી ખર્ચે મળી શકશે. 

(3:49 pm IST)