રાજકોટ
News of Monday, 21st September 2020

ચેમ્બરની AGM ૩૦ મીએ ઓનલાઇન મળશે : સભ્યોને એજન્ડા રવાના કરાયો

કોઇ સૂચન-પ્રશ્નો હોય તો ૨૩ મી સુધીમાં પહોંચાડવાના રહેશે

રાજકોટ,તા. ૨૧: આ વર્ષે કોવિડ-૧૯ કોરોના મહામારીના સંક્રમણને કારણે સાવચેતીના ભાગરૂપે રાજકોટ ચેમ્બરની ૨૦૧૯-૨૦ની વાર્ષિક સામાન્ય સભાની તમામ કાર્યવાહી ઓનલાઇન રાખેલ છે. મિટીંગનો એજન્ડા તમામ સભ્યોને વોટસએપ તથા ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવેલ છે. વાર્ષિક સામાન્ય સભા તા. ૩૦/૯/૨૦૨૦ બુધવારના રોજ સાંજના ૪ વાગ્યે ઝુમ દ્વારા ઓનલાઇન રાખવામાં આવેલ છે. વાર્ષિક સામાન્ય સભામાં ઓનલાઇન જોડાવવા માટે સભ્યો ચેમ્બરના ઇ-મેઇલ rajkotchamber@yahoo.co.in અથવા ફોન : ૨૨૨૭૪૦૦ ઉપર તા. ૨૮/૯/૨૦ સાંજના ૬ વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેને જ ઝુમ ઓનલાઇન મિટીંગમાં જોડાવા માટે લીંક મોકલવામાં આવશે. સભ્યશ્રીઓએ વાર્ષિક સામાન્ય સભામાં સમયસર ઓનલાઇન લોગ ઇન થવું. જે સભ્યશ્રીને એજન્ડાની કોપીની જરૂરીયાત હોય તો સભ્યોએ તા. ૨૫/૯/૨૦૨૦ પહેલા રાજકોટ ચેમ્બરની ઓફિસેથી ઓફિસ સમય દરમ્યાન મેળવી લેવી. વાર્ષિક સમાન્ય સભા માટે કોઇ પણ પણ પ્રશ્નો -સુચનો હોય તો લેખિત રજૂઆત ઇ-મેઇલ અથવા કુરીયરથી ચેમ્બરની ઓફિસમાં તા. ૨૩/૯/૨૦૨૦ સુધીમાં મોકલી આપવાના રહેશે. જો કોઇ સભ્યોને વોટસઅપ કે ઇ-મેઇલ ન મળેલ  હોય તો તે રાજકોટ ચેમ્બરની ઓફિસમાં  સંપર્ક કરવા વિનંતી.

(4:21 pm IST)