રાજકોટ
News of Monday, 21st September 2020

નવા ૧૫૦ રીંગરોડ પર કડીયા કામ કરતા મધ્‍યપ્રદેશના હરિશનું વિજકરંટથી મોત

રાજકોટ તા.૨૧: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડિલાઇટ પાર્ટી પ્‍લોટ પાસે નવી બની રહેલી હોટેલની સાઇટ પર રહી કડીયા કામની મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના હરિશ કાળુભાઇ મહિડા (ઉ.વ.૨૬)નું વિજકરંટ લાગતાં મોત નિપજ્‍યું છે.

હરિશ સાંજે પોણા આઠેક વાગ્‍યે હેલોઝન લાઇટનું બોર્ડ હાથમાં લઇને જતો હતો ત્‍યારે અચાનક કરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો હતો. ૧૦૮ના ઇએમટી ગોરધનભાઇએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્‍સ. સાજીદભાઇ ખિરાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:03 pm IST)