રાજકોટ
News of Monday, 21st September 2020

રવિવારે મોટી ટાંકી ચોકમાં રકતદાન કેમ્‍પ

રમણીકભાઇ માધવાનીની ૨૫મી પૂણ્‍યતિથિ અને દક્ષાબેન રૂપારેલના સ્‍વર્ગવાસ બાદ પ્રથમ જન્‍મતિથિ નિમિતે આયોજન : રકતદાતાઓએ રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધઃ નામ નોંધાવી દેવા

રાજકોટઃ સ્‍વ. રમણીકભાઇ બાબુલાલ માધવાનીની ૨૫મી પુણ્‍યતિથિ તથા સ્‍વ. દક્ષાબેન જયકૃષ્‍ણભાઇ રૂપારેલના સ્‍વર્ગવાસ બાદ પ્રથમ જન્‍મદિવસ નિમિતે મહા રકતદાનનું આયોજન રાખવામાં આવેલ છે. આ આયોજનમાં સર્વશ્રી જયકૃષ્‍ણ  રૂપારેલ, ધર્મેન રૂપારેલ,  રચના રૂપારેલ, મીનાબેન, રૂહી માધવાની, ભાવિક પજવાણી, આયુષી પજવાણી, પ્રિયાંશી રૂપારેલ જોડાયા છે.

 આગામી તા.૨૭ના રવિવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન મોટી ટાંકી ચોક (બ્‍લડ ડોનેશન વાન) ખાતે રેડક્રોસ બ્‍લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્‍પનું આયોજન કરાયું છે. આ રકતદાન કેમ્‍પમાં રકતદાન કરી માનવધર્મ બજાવવા અનુરોધ કરાયો છે. રકતદાતાઓ મો.૭૦૧૬૭ ૭૫૬૨૮ ઉપર નામ નોંધણી કરાવી શકે છે. સરકાર શ્રીના નિયમોનું પાલન કરી મોબાઇલ વાનમાં પણ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ સાથે બે વ્‍યકિત રકતદાન કરશે.

(2:55 pm IST)