રાજકોટ
News of Monday, 21st September 2020

રાજકોટમાં એસટી બસોના મુસાફરોનો કોરોના ટેસ્ટમાં છેલ્લા ૪ દિવસમાં ૯ કેસ મળ્યાઃ ટ્રાફીક કન્ટ્રોલર જયેશ જાદવને પણ કોરોના વળગ્યો

રાજકોટઃ શહેરમાં આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટીંગ શરૂ થયુ છે. જેમાં છેલ્લા ૪ દિવસમાં ૯ જેટલા મુસાફરો કોરોના સંક્રમીત હોવાનું શોધી કાઢવામાં આવ્યુ હતુઃ એસટીના ટ્રાફીક કન્ટ્રોલર જયેશભાઇ જાદવનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઇ રહી છેઃ એસટીની બસોમાં હજુ  ટ્રાફીક મળતો નથી ગામડાની બસો ખાલી જઇ રહી છે. દરરોજ ૩૫ થી ૪૦ મુુસાફરોનો કોરોના ટેસ્ટ થાય છે. જેમાં દરરોજ એક-બે-એક કેસ મળી આવે છે.

(11:52 am IST)