રાજકોટ
News of Monday, 21st September 2020

રાજકોટમાં બપોર બાદ ધન્વંતરી રથ અને સંજીવની રથનો નર્સિંગ સ્ટાફે પગાર મુદ્દે વીજળીક હડતાલ પાડી : જોકે બાદમાં સમજાવટથી કામે ચડી ગયા

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકોને ઉકાળો અને ટેસ્ટિંગ સહિતની સુવિધા આપતા ધન્વંતરી અને સંજીવની રથ માં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના નર્સિંગ સ્ટાફને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં અપાતા આજે બપોર બાદ આ બંને મહત્ત્વના વિભાગનો સ્ટાફ  હડતાલ ઉપર ઉતરી ગયેલ બાદમાં તેઓને યોગ્ય કરવા ખાત્રી અપાતાં બપોર પછી તમામ સ્ટાફ એ કામગીરી શરૂ કરી હતી તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે

(2:37 pm IST)