રાજકોટ
News of Saturday, 21st September 2019

શહેરમાં ૧૫ જગ્યાએથી મોતીચૂર લાડુ-ગુલાબ જાંબુના નમૂના લેવાયા

કટક બટક બ્રાન્ડ ફરાળી ફુલવડીનો નમૂનો નાપાસઃ મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા ખાણીપીણીના વેપારીને ત્યાં ચેકીંગ

રાજકોટ, તા. ૨૧ :. મ્યુ. કોર્પોરેશનની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણીપીણીના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. જે અન્વયે વિવિધ સ્થળોએથી ભેંસનું દૂધ, મોતીચૂરના લાડુ, ચૂરમાના લાડુ તથા ગુલાબ જાંબુ સહિત ૧૫ નમૂના લેવામાં આવ્યા છે. તેમજ કટક બટક બ્રાન્ડ ફરાળી ફુલવડી (૨૦૦ ગ્રામ) પેકેટની ટીનોનો નમૂનો નાપાસ જાહેર થયો છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

આ અંગે મ્યુ. કોર્ર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગના ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરીજનોના આરોગ્ય હિતાર્થે ખોરાકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે દર્શાવેલ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં ભેસનું દૂધ (લુઝ)     રવેચી હોટલ, બાલાજી હોલ સર્કલ, ૧૫૦, ફૂટ રીંગ રોડ મોતીચૂર ના લાડુ (લુઝ)       જય બાલાજી ગૃહ ઉદ્યોગ, રામાપીર ચોકડી, ૧૫૦-ફૂટ રીંગ રોડ મોતીચૂર ના લાડુ (લુઝ) ઓમ ગૃહ ઉદ્યોગ, બજરંગવાડી, સહજાનંદ સ્મૃતિ મોતીચૂર ના લાડુ (લુઝ) શિવ શકિત ગૃહ ઉદ્યોગ, ન્યુ સૂર્યોદય સોસા, નાદોડાનગર કોર્નર મોતીચૂર ના લાડુ (લુઝ) સાક્ષી ગૃહ ઉદ્યોગ તિરૂપતિ સોસાયટી, હુડકો. મોતીચૂર ના લાડુ (લુઝ)  ગજાનન સોનપાપડી રણુંજા મંદિર, કોઠારીયા રોડ, ચુરમાના લાડુ (લુઝ)શ્રી ગુરૂકૃપા પેંડાવાલા લીમડા ચોક, ગુલાબ જાંબુ (લુઝ) અરિહંત જાંબુ એન્ડ ખાજલી ગાંધીગ્રામ, ગુલાબ જાંબુ (લુઝ) લક્ષ્મી જાંબુ, નેમિનાથ સોસા પાસે, ગાંધીગ્રામ, ૧૦-ગુલાબ જાંબુ (લુઝ) ક્રિષ્ના જાંબુ વાણીયાવાડી, શેઠ હાઇસ્કુલ સામે ૧૧-ગુલાબ જાંબુ (લુઝ) ગુરુકૃપા જાંબુ, વાણીયાવાડી  ૧૨-ગુલાબ જાંબુ (લુઝ) શ્રીજી જાંબુ, વાણીયાવાડી ગુલાબ જાંબુ (લુઝ) શિવહરી જાંબુ, વાણીયાવાડી  ગુલાબ જાંબુ (લુઝ) શિવ જાંબુ ગાંધીગ્રામ ગુલાબ જાંબુ (લુઝ) શ્રધ્ધા જાંબુ નવરંગપરા, મહાદેવવાડી સહિતના સ્થળોએથી ૧૫ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ પરિક્ષણ અર્થે રાજ્ય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ સેમ્પલના રીપોર્ટ આવ્યે રીપોર્ટ અનુસાર એફએસએસએએલ એકટની જોગવાઈ અન્વયે એડયુજીડેટીંગ અથવા કોર્ટ કેસ કરવામાં આવશે.

નમુનો નાપાસ

આ ઉપરાંત મ્યુ.કોર્પોરેશનના આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલ ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ મહાદેવ માર્કેટીંગમાંથી  કટક બટક બ્રાન્ડ ફરાળી ફુલવડીનો નમુનો લઇ પરીક્ષણ અર્થે રાજય સરકારની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.

જેમાં વેરા નંબર તથા ન્યુટ્રીશન વેલ્યુ દર્શાવેલ હોવાના કારણે મિસ બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)