રાજકોટ
News of Wednesday, 21st August 2019

સ્થાનિકોને ભારોભાર અન્યાયની લાગણી સાથે ચેસ ટુર્નામેન્ટની સમાપ્તિ

ચેસના નાના ખેલાડીઓ ટુર્નામેન્ટ નિહાળવા ગયા તો પણ ગેઈટ પાસેથી રવાના કરી દેવાયા? : સાડા ચાર દાયકા જૂની 'ગેસ્ફોર્ડ ચેસ કલબ' સાથે ભારોભાર અન્યાય કરાતા પીઢ સંચાલકોએ કલબ જ બંધ કરી દેવાની ફરજ પડી

રાજકોટ, તા. ૨૧ : રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસીએશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આયોજીત ઓપન ફ્રીડે રેટીંગ ચેસ ટુર્નામેન્ટ ભારે વિવાદના અંતે પૂર્ણ થઈ છે. રાજકોટ શહેરની વર્ષો જૂની આશરે સાડા ચાર દાયકા પુરાણી ગેસ્ફોર્ડ ચેસ કલબના ખેલાડીઓને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા દીધો ન હતો. રાજકોટના જ બાળ ખેલાડીઓને કંઈ ડીસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યુ ન હતું. હજુ એટલે થી જ પુરૂ થતુ નથી. આ કલબના ખેલાડીઓ વરસતા વરસાદમાં ચેસનો મેચ નિહાળવા ગયા તો તેઓને ગેઈટ પાસેથી જ રવાના કરી દેવાયા હતા. ગેસ્ફોર્ડ ચેસ કલબના સંચાલકો સાથે ભારોભાર અન્યાય થતા આ કલબના પીઢ સંચાલકોએ ગઈકાલે કલબ જ બંધ કરી દીધી હોવાનું પણ જણાવાયુ છે.

રાજકોટ મ્યુ.કોર્પો. અને જયોતિ સીએનસી સહિત નામાંકિત સંસ્થાઓએ આ ટુર્નામેન્ટમાં જંગી ફાળો આપ્યાનું પણ જાણવા મળે છે. આ ટુર્નામેન્ટ સહિત અગાઉ પણ યોજાયેલ ચેસ ટુર્નામેન્ટમાં મોટી રકમો મળ્યાની પણ ચર્ચા સાથે લાગણી પ્રવર્તે છે.

દરમિયાન રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસીએશન દ્વારા ટુર્નામેન્ટ સમાપન થયાની પ્રેસનોટ મોકલી છે તેની યાદી અહિં પ્રસ્તુત છે.

રાજકોટ ચેસ પ્લેયર્સ એસોસીએશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ઓપન ફ્રીડે રેટીંગ ચેસ ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે.

આ સ્પર્ધામાં મુખ્ય સ્પોન્સર્સ તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશન રૂ.૩,૦૦,૦૦૦નું કેશ પ્રાઈઝ આપેલ હતું. રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલ વિનામૂલ્યે સ્થળ ઉપયોગમાં આપેલ હતો. કો-સ્પોન્સર્સ તરીકે જયોતિ સીએનસી રાજુ એન્જીનિયર્સ, બાન લેબ્સ પ્રા. લી. ઓ.એલ. પોપટ ચેરીટેબલ ટ્રસ્ટ, એન્જલ પંપ ઉપરાંત રાજકોટ, શાપર, વેરાવળ તથા મેટોડાના ઉદ્યોગપતિઓએ સહયોગ આપેલ હતો.

કુલ ૨૦૫ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલ હતા. જેમાં ૧૩૮ રેટેડ ખેલાડીઓ તેમજ ૩૦ બહેનોએ ભાગ લીધેલ હતો.

ઓપન કેટેગરી ટુર્નામેન્ટમાં પ્રથમ આઈ.એમ. પ્રવિણકુમાર (તામિલનાડુ) બીજા ક્રમે આઈ.એમ. રામનાથન બાલાસુબ્રમણ્યમ (તામિલનાડુ), ત્રીજા ક્રમે શેખર સાહુચંદ્ર (ઓરીસ્સા), ચોથા ક્રમે રાજકોટના જય કંુડલીયા અને પાંચમા ક્રમે પાલનપુરના કરણ ત્રિવેદી રહેલ હતા.

ટુર્નામેન્ટનંુ સંચાલન પલક આચાર્ય, કિશોરસિંહ જેઠવા દ્વારા ટુર્નામેન્ટનો અહેવાલ અને પરીનભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી.

ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ગુજરાતન સ્ટેટ ચેસ એસોસીએશન અમદાવાદના સી.ઈ.ઓ. ભાવેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે (સી.એ.) પરીનભાઈ પટેલ પ્રેસીડેન્ટ, કન્વીનર કિશોરસિંહ જેઠવા, મિતેષભાઈ બોરખેતરીયા, હિમાંશુભાઈ ઝાલા, સી.એ. કેયુરભાઈ પરમાર, ચેતનભાઈ કામદાર, મનીષભાઈ પરમાર, વિપુલભાઈ મકવાણા, (સી.એસ.) પિયુષભાઈ જેઠવા, પ્રદિપભાઈ દાસ તથા હિંમતભાઈ અજમેરા, આર્બીટ્રેટર તરીકે (આઈ.એ.) આઈ.જી. પરમાર, અમદાવાદ પવન રાઠી (મહારાષ્ટ્ર), જય ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.

આ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલ ઉમેદવારોની યાદી આ મુજબ છે. અનરેટેડ ખેલાડીઓ (૧) રાવલ ચિરાગ (૨) પટોડીયા શુભમ એચ. (૩) બુડાસના ભુપેન્દ્ર ભગવાનજીભાઈ (૪) વરૂણ પી. જાગીયાણી (૫) રીયાન વિશાલ શાહ. રેટીંગ ૧૦૦૦-૧૩૦૦ વાળા ખેલાડીઓ : (૧) લખવાણી નંદીની (૨) પરમાર ખુશ. કે. (૩) મૌદગીલ કરણ દત (૪) રીકેત લખલાણી (૫) હેતવ ભાવેશકુમાર પટેલ. રેટીંગ ૧૩૦૧-૧૬૦૦ વાળા ખેલાડીઓ : (૧) ઝાલા અક્ષર (૨) બોરખેતરીયા દેવર્ષ એમ. (૩) પવાર સોહમ (૪) કુંતે અમોઘ (૫) ખોલીયા કિશન. બેટ્સ વેટરન્સ (૫૫ વર્ષ) (૧) નરેન્દ્ર મહેતા (૨) નિર્મલ લલીત વી. (૩) વાછાણી કિશોરભાઈ (૪) ઈશ્વર રામટેકે (૫) જાની અરૂણભાઈ. બેસ્ટ લેડીઝ (૧) જીજ્ઞા જોષી (૨) અનેરી કેતન કંજાર (૩) મુદલીયાર નંદીની (૪) ફલક જોની નાઈક (૫) શાહ ગરવી. બેસ્ટ રાજકોટ : ક્રિજેશ મણવર (૨) મોદી હીરક (૩) પરીખ વત્સલ એન. (૪) રાડીયા કુશાલ (૫) ઠાકર વિશ્વમ જયેશ. બેસ્ટ અન્ડર-૯ : (૧) પ્રિન્સ ચિરાગ ગાંધી (૨) ગોધાણી મહારથ (૩) વંદન રશ્મીકાંત ઠાકર (૪) ડોલાસ આરૂષ (૫) વેદાંત રૂપેશભાઈ વરાસડા. બેસ્ટ અન્ડર-૧૧ : (૧) ગઢવી વીરભદ્રસિંહ (૨) સરવૈયા હર્ષ મનીષભાઈ (૩) ધૈર્ય શાહ (૪) તનીષ્ક શૈની (૫) તન્ના ક્રિશ. બેસ્ટ અન્ડર-૧૩ : (૧) પર્વ બી. ઠક્કર (૨) બાબરીયા હીમનીશ પી. (૩) વોરા અનન્ય (૪) દતાણી વેદાંશ (૫) શાહ પ્રિયેન પી. કોન્સોલેશન પ્રાઈઝ : (૧) બેંકર રેયા (૨) આયુષ ભાવિકભાઈ દવે.

અકિલા કાર્યાલય પર આવેલા ટુર્નામેન્ટના આયોજકોએ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ માટે લાખો રૂ.નો ખર્ચ થતો હોવાની વાતો કરી હતી. સાથે સ્પોન્સરો અને કોર્પોરેશન પાસેથી મોટી રકમો મળ્યાનું પણ કહ્યુ હતું.

(3:49 pm IST)