રાજકોટ
News of Wednesday, 21st August 2019

તિનપત્તીની મોસમ ખીલીઃ ૯ દરોડામાં ૫૫ ઝડપાયા

બાબરીયા કોલોનીમાંથી ૭, ઓમ ઉદ્યોગનગરના કારખાનામાંથી ૫, કૃષ્ણનગરમાં ફલેટમાંથી ૭, કણકોટમાં ૫, અક્ષરધામ એપાર્ટમેન્ટમાંથી ૬, બોમ્બે હાઉસીંગમાંથી ૭, પેડક રોડ કારખાનામાંથી ૭ અને સ્વાશ્રય સોસાયટીમાંથી ૭ ઝપટે ચડયા

રાજકોટ, તા. ૨૧ :. શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે પોલીસે અલગ અલગ નવ સ્થળે દરોડા પાડી પત્તા ટીંચતા ૫૫ શખ્સોને પકડી લીધા હતા.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ કમિશનર અજયકુમાર ચૌધરી તથા ડીસીપી રવીમોહન સૈની અને મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ, જયદીપસિંહ સરવૈયાએ શહેરમાં જુગારની બદી નાબુદ કરવા માટેની સૂચના આપતા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી. પટેલ, એએસઆઈ ભરતભાઈ, દિલીપભાઈ, સહદેવસિંહ તથા સામતભાઈ સહિતે પેટ્રોલીંગ દરમિયાન દિલીપભાઈ તથા સહદેવસિંહને મળેલી બાતમીના આધારે પેડક રોડ લાખેશ્વર સોસાયટી શેરી નં. ૬માં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક દિનેશ કુરજીભાઈ કાકડીયા (ઉ.વ. ૩૭) (રહે. શીવધારા સોસાયટી શેરી નં. ૪ રાજ સ્કૂલની પાછળ નવો મોરબી રોડ રાજકોટ), ભૌતિક બાબુભાઈ કિયાડા (ઉ.વ. ૨૧) (રહે. રાજારામ સોસાયટી શેરી નં. ૨), રામજી ધુનાભાઈ પાંભર (ઉ.વ. ૪૦) (રહે. રાજારામ સોસાયટી શેરી નં. ૪), સંગીત કેશુભાઈ ડોબરીયા (ઉ.વ. ૩૦) (રહે. રાજારામ સોસાયટી શેરી નં. ૧), રવિ અશોકભાઈ મોણપરા (ઉ.વ. ૨૭) (રહે. રાજારામ સોસાયટી શેરી નં. ૧), અંકુર ભનુભાઈ અકબરી (ઉ.વ. ૨૬) (રહે. ગુજરાત સોસાયટી શેરી નં. ૬ પેડક રોડ લાખેશ્વર સોસાયટીની બાજુમાં રાજકોટ) તથા અમૃત ઉર્ફે હકા રાજાભાઈ સોજીત્રા (ઉ.વ. ૨૭) (રહે. લાખેશ્વર સોસાયટી શેરી નં. ૬ પેડક રોડ)ને પકડી લઈ રૂ. ૫૬,૫૪૦ રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

ક્રાઈમ બ્રાંચે ૧૪ દબોચ્યા

બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.એમ. ધાખડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ફીરોઝભાઈ શેખ, પ્રતાપસિંહ અને યોગીરાજસિંહને મળેલી બાતમીના આધારે આનંદ બંગલા ચોક પાસે સ્વાશ્રય સોસાયટી શેરી નં. ૩માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક હીરેન કાંતીલાલ ખુંટ (ઉ.વ. ૩૪) (રહે. સ્વાશ્રય સોસાયટી શેરી ૩ સેજલ મકાન, રાજકોટ મૂળ મહિકા ગામ તા. રાજકોટ, અજય મગનભાઈ રાઠોડ (ઉ.વ. ૩૨) (રહે. લક્ષ્મીવાડી કવાર્ટર કવા. નં. ૫૧), અપૂર્વ જયેન્દ્રભાઈ કામદાર (ઉ.વ. ૨૮) (રહે. લક્ષ્મીપાર્ક મકાન નં. ૫૫૨, લક્ષ્મીવાડી પાસે કુવાવાળી મેલડી માતાજીના મંદિર આગળ), વાત્સલ્ય મહેશભાઈ કુવરીયા (ઉ.વ. ૨૫) (રહે. આશાપુરાનગર શેરી નં. ૧૨, હુડકો, કોઠારીયા રોડ), રામ કિશોરભાઈ અજાણી (ઉ.વ. ૨૪) (રહે. દેવપરા શેરી નં. ૧, શૈલેષ મકાન, કોઠારીયા રોડ), વિજયસિંહ નવલસિંહ ડાભી (ઉ.વ.૨૩) (રહે. ખોડીયારનગર શેરી નં. ૧૭ ગોવર્ધન ચોક આગળ ૧૫૦ ફુટ રીંગ રોડ), જયદિપ ઉર્ફે જયલો વિજયભાઈ દેવડા (ઉ.વ. ૨૫) (રહે. ગોપાલનગર શેરી નં. ૯, રાજેશ મકાન, ગાયત્રીનગર મેઈન રોડ)ને પકડી લઈ રોકડ રૂ. ૫૦,૧૦૦ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ધાખડા સહિતની ટીમે બાતમીના આધારે સ્વાશ્રય સોસાયટી શેરી નં. ૩માં કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર હીરેન કાંતીલાલ ખુંટ (ઉ.વ. ૨૪) (રહે. સ્વાશ્રય સોસાયટી શેરી નં.૩), અજયભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) (રહે. લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૫૧), અપૂર્વ જયેન્દ્રભાઈ કામદાર (ઉ.વ. ૨૮) (રહે. લક્ષ્મીપાર્ક લક્ષ્મીવાડી પાસે), વાત્સલ્ય મહેશભાઈ કુવરીયા (ઉ.વ. ૨૫) (રહે. આશાપુરાનગર શેરી નં. ૧૨), રામ કિશોરભાઈ અજાણી (ઉ.વ.૨૫) રહે. દેવપરા શેરી નં. ૧), વિજયસિંહ નવલસિંહ ડાભી (ઉ.વ. ૨૩) (રહે. ખોડીયાનગર શેરી નં. ૧૭) તથા જયદીપ ઉર્ફે જયલો વિજયભાઈ દેવડા (ઉ.વ. ૨૫) (રહે. ગોપાલનગર શેરી નં. ૯)ને પકડી લઈ રૂ. ૫૦,૧૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

બાબરીયા કોલોનીમાંથી સાત શખ્સો પકડાયા

ભકિતનગર પોલીસ મથકના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.બી. જેબલીયા સહિતની ટીમે દેવાભાઈ અને ભાવેશભાઈને મળેલી બાતમીના આધારે બાબરીયા કોલોનીમાં રફીક હુસેનભાઈ જોબનના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા રફીક હુસેનભાઈ જોબન (ઉ.વ. ૩૫) (રહે. બાબરીયા કોલોની મેઈન રોડ), ભાનુશંકર મોહનભાઈ મહેતા (ઉ.વ. ૪૬) (રહે. સરદાર સોસાયટી શેરી નં. ૧), યુસુફ હુસેનભાઈ સપા (ઉ.વ. ૪૨) (રહે. બાબરીયા મેઈન રોડ), રહીમ રજાકભાઈ મેર (ઉ.વ. ૩૫) (રહે. બાબરીયા કોલોની શેરી નં.૨), ઈલ્યાસ અજીતભાઈ સકરીયાણી (ઉ.વ. ૩૩) (રહે. મોરારીનગર શેરી નં. ૫), રવિરાજસિંહ લક્કીરાજસિંહ જાડેજા (ઉ.વ. ૪૫) (રહે. બાબરીયા કોલોની મેઈન રોડ) અને ઈકબાલ અલ્લારખાભાઈ દોઢીયા (ઉ.વ. ૪૮) (રહે. જંગલેશ્વર શેરી નં. ૨૪)ને પકડી લઈ રોકડા રૂ. ૩૭,૩૨૦ સહિતની મત્તા કબ્જે કરી હતી.

આજી ડેમ પોલીસે પાંચને ઝડપી લીધા

આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એસ. પટેલની ટીમે હેડ કોન્સ. શૈલેષભાઈ ભીંસડીયા અને કોન્સ. શૈલેષભાઈ નેચડાને મળેલી બાતમીના આધારે ખોખડદળ નદીના પૂલ પાસે ઓમ ઉદ્યોગનગર મેઈન રોડ પર રામદેવ પ્લાસ્ટિક નામના કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા આશિષ રમેશભાઈ લીંબાસીયા (ઉ.વ.૨૩) (રહે. ભવનાથ સોસાયટી શેરી નં. ૧૦ હરીધવા મે. રોડ), અભિષેક મનોજભાઈ ગોંડલીયા (ઉ.વ. ૨૨) (રહે. ન્યુ મેઘાણીનગર શેરી નં. ૧ સહકાર મે. રોડ), કલ્પેશ જગજીવનભાઈ રાઠોડ (ઉ.વ. ૩૨) (રહે. શીવધારા સોસાયટી લાલાભાઈ આહીરના મકાનમાં), વિક્રમ વીભાભાઈ ડાંગર (ઉ.વ. ૨૯) (રહે. જંગલેશ્વર મે. રોડ, વિક્રમ પાન પાસે કોઠારીયા રોડ) અને મુકેશભાઈ જગજીવનભાઈ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉ.વ. ૩૮) (રહે. વેલનાથ જડેશ્વર બેઠાપુલ પાસે)ને પકડી લઈ રોકડા રૂ. ૩૪,૬૦૦ સહિતની મત્તા કબ્જે કરી હતી.

કૃષ્ણનગરમાંથી સાત પકડાયા

માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઈ ગઢવીને મળેલી બાતમીના આધારે પીઆઈ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એસ. ચંપાવત સહિતના સ્ટાફે કૃષ્ણનગર મેઈન રોડ અલંકાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨માં દિનેશ ઉર્ફે દીલીપ મોહનભાઈ વણોલના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલિક દિનેશ ઉર્ફે દીલીપ મોહનભાઈ વણોલ (ઉ.વ. ૩૮) (રહે. અલંકાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૨ કૃષ્ણનગર મે. રોડ), વિમલભાઈ રઘુભાઈ ખેર (ઉ.વ. ૨૮) (રહે. મોરારીનગર શે. નં. ૩ બાબરીયા કોલોની પાસે), સુમીતભાઈ ઉમેશભાઈ વાઢેર (ઉ.વ. ૨૭) (રહે. રાજનગર સોસાયટી શે. નં. ૬), નિરજભાઈ ઉર્ફે નિવભા શૈલેષભાઈ ખેર (ઉ.વ. ૨૩) (રહે. મોરારીનગર શે. નં. ૩), સિદ્ધાર્થ રમેશભાઈ અસ્વાર (ઉ.વ. ૨૩) (રહે. રાજનગર શે. નં. ૩ ભગવતી ડાયનીંગ હોલ), ચીરાગભાઈ ભરતભાઈ ડાભી (ઉ.વ. ૩૦) (રહે. ભારતીનગર મે. રોડ કોઠારીયા રોડ) અને રમેશભાઈ મકનભાઈ ડોડ (ઉ.વ. ૫૨) (રહે. કરેણા ગામ તા. કોટડા સાંગાણી)ને પકડી લઈ રોકડા રૂ. ૧૩,૩૦૦ સહિતની મત્તા કબ્જે કરી હતી.

તાલુકા પોલીસના બે દરોડામાં ૧૦ પકડાયા

તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એન.ડી. ડામોર, એએસઆઈ હર્ષદસિંહ, બ્રિજરાજસિંહ તથા અરજણભાઈને મ ળેલી બાતમીના આધારે પીઆઈ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.ડી. ડામોર સહિતના સ્ટાફે ૪૦ ફૂટ રોડ અક્ષરવાટીકા સોસાયટી અક્ષરધામ એપાર્ટમેન્ટના ગેઈટ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ગોપાલ મગનભાઈ અમૃતીયા (ઉ.વ. ૩૯) (રહે. ન્યુ ગાંધી સોસાયટી સફર એપાર્ટમેન્ટ બીજો માળ ફલેટ નં. ૨૦૧, ૪૦ ફુટ રોડ ૧૫૦ ફૂટ રીંગ રોડ), જેન્તી ખીમજીભાઈ સોભાસણા (ઉ.વ. ૬૬) (રહે. અક્ષર વીલ્લા પ્રથમ માળે ફલેટ નં. ૧૦૨, ૪૦ ફુટ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ), જયેશ હરસુખભાઈ ટીલાળા (ઉ.વ. ૩૨) (રહે. અક્ષર ધામ એપાર્ટમેન્ટ વીંગ-બી, ફલેટ નં. ૩૦૩ ત્રીજો માળ) તથા મનોજ પોપટભાઈ વૈષ્ણવ (ઉ.વ. ૩૯) (રહે. અક્ષરધામ એપાર્ટમેન્ટ વીંગ-બી, ફલેટ નં. ૧૦૨ પહેલા માળે)ને પકડી લઈ રૂ. ૨૮૯૨૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી જ્યારે અન્ય દરોડામાં પીએસઆઈ એન.ડી. ડામોર સહિતના સ્ટાફે બાતમીના આધારે અક્ષરધામ એપાર્ટમેન્ટ વીંગ-બી ત્રીજા માળે ફલેટ નં. ૩૦૩માં પંકજ નાનજીભાઈ ભાલોડીયાના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા પંકજ નાનજીભાઈ ભાલોડીયા (ઉ.વ. ૩૭) (રહે. અક્ષરધામ એપાર્ટમેન્ટ વીંગ-બી ફલેટ નં. ૩૦૩), ચિરાજ હરીભાઈ બાવરીયા (રહે. 'રવિરાજ' મકાન અર્જુન પાર્ક સોસાયટી નાનામોવા રોડ), શૈલેષભાઈ નારણભાઈ મણવર (ઉ.વ. ૪૨) (રહે. રાણી ટાવર્સ ચોથા માળે ફલેટ નં. એ-૪૦૧ ક્રિસ્ટલ મોલની સામે કાલાવડ રોડ), ભીખા ભાદાભાઈ મુંગરા (ઉ.વ. ૪૮) (રહે. સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી સોસાયટી શેરી નં. ૭ નાનામોવા રોડ), રમેશ નાગજીભાઈ બાબરીયા (ઉ.વ. ૬૦) (રહે. મોટી પરબડી તા. ધોરાજી) તથા અજય મોહનભાઈ સભાયા (ઉ.વ. ૩૨) (રહે. શ્યામલ વિહાર સોસાયટી, ફુલવાડી પાર્ક, નાનામોવા રોડ)ને પકડી લઈ રૂ. ૩૪૫૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)