રાજકોટ
News of Tuesday, 21st August 2018

વોરંટ નીકળ્યા બાદ ત્રણ મહિનાથી ફરાર રોનક રાખોલીયા ઝડપાયોઃ પાસામાં ધકેલાયો

પીસીબીની દરખાસ્તઃ માલવીયાનગર પોલીસે બજવણી કરીઃ વડોદરા જેલહવાલે

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસામાં ધકેલ્યો છે. તે સાથે પાસાનો આંક ૮ થયો છે. માલવીયાનગર પોલીસે અગાઉ પકડેલા વિસાવદરના હાલ સુરત રામવાટીકા સોસાયટી બી-૭૩માં રહેતાં રોનક વાલજીભાઇ રાખોલીયા (ઉ.૨૩) વિરૂધ્ધ પાસાનું વોરન્ટ નીકળતાં ત્રણ મહિનાથી ફરાર હતો. તેને ઝડપી લઇ પાસા વોરન્ટની બજવણી કરવામાં આવી છે.

પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, અજયભાઇ શુકલા, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને અશ્વિનગીરીએ પાસાની દરખાસ્ત મંજુર કરાવી હતી. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, વેલુભા ઝાલા, જાવેદભાઇ રિઝવી અને અરૂણભાઇ બાંભણીયા સહિતે વોરન્ટની બજવણી કરી છે. આ શખ્સ વાહનચોરીના ગુનામાં પકડાયો હતો.

(4:01 pm IST)