રાજકોટ
News of Tuesday, 21st August 2018

હર...હર.. મહાદેવના નાદ સાથે શિવ ઉત્સવનું સમાપનઃ અઢી લાખ ભાવિકોએ લાભ લીધો

શિવ ભકિતના ભકિતમય વાતાવરણ વચ્ચે નવ દિવસીય મહોત્સવ સંપન્નઃ દરેક સમાજના ભાઇ-બહેનોએ આરતીનો લાભ લીધો : શિવધામમાં દેશભકિત, કુંટુબભાવના, ભાઇચારો જોવા મળ્યોઃ સૌધર્મપ્રેમીજનોનો આભાર માનતા ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ

  રાજકોટઃ  શિવધામ ખાતે  શિવ ઉત્સવનું ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સમાપન કરવામાં આવેલ હતું. આ નવ દિવસો દરમિયાન વિવિધ જ્ઞાતિના ધર્મપ્રેમી લોકોએ મહાઆરતીનો લાભ લીધેલ હતો તેમજ ઇન્કમટેક્ષ બીએસએનએલ વિભાગના કર્મી.ઓએ ભાગ લીધો હતો.

 સ્વતંત્રતા દિવસે નિવૃત ઇન્ડિયન નેવીના રીટાયર્ડ ડો.પાંડેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. જયોતિ કાર્યક્રમ પણ આ પરિસરમાં રાખેલ અને શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રીટાયર્ડ ફોજી જવાન બ્રિગેડીયન અજીતસિંઘ તથા કેપ્ટન જયદેવભાઈ જોષી તથા અન્ય રીટાયર્ડ ફોજી જવાનો હાજર રહેલા. અટલ બિહારી વાજપાઇજીને શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવેલ.

 આ ઉત્સવમાં નાતજાત અને ધર્મથી ઉપર જઈને હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ સર્વધર્મમાં ભાઈચારા અને કોમી એખલાસ સાથે કૌટુંબિક વાતાવરણમાં શિવ ઉત્સવ નું સમાપન થયેલ હતું. સમાપન સમયે નવ દિવસ સુધી ભકિતમય વાતાવરણમાં રહેલ દરેક સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોમાં કુટુંબભાવના  જોવા મળી હતી.   ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ  શિવપ્રેમી, ધર્મપ્રેમી જનતાને  આભાર માનેલો. સમગ્ર આયોજન  એકમાત્ર ઇન્દ્રનીલભાઈ રાજગુરુના ખર્ચેથી કરવામાં આવેલ હતું. દરરોજની પ્રસાદીના દાતા કૈલાશભાઈ નકુમ રહ્યા હતા.

શિવધામમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવતું હતું. આ રીતે શિવધામમાં શિવભકિતની સાથે દેશ્ભાજકતી, કુટુંબભાવના, ભાઈચારો આમ ત્રિવેણી સંગમ હતો. ગઈકાલે છેલ્લો દિવસ હોય ૨૭૦૦૦ થી પણ વધુ ધર્મપ્રેમી માનવ મહેરામણ ઉમટી પડેલ તેમ છતાં ટીમ ઇન્દ્રનીલના સફળ આયોજનમાં લોકોનું સ્વયં શિસ્ત એજ આ શિવધામની સફળતા. એકપણ જાતનું ગેરશિસ્ત કે અઘટિત ઘટના ભગવાન શિવના આશીર્વાદથી બનેલ ન હતી. કોઈજાતના પોલીસ સુરક્ષા કવચ વીના શિવ સેવકો થીજ આ આયોજન પાર પડેલ હતું. નવ દિવસના શિવ ઉત્સવમાં ૨.૫૦ લાખથી પણ વધુ ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો. દરરોજ ૨૦ થી ૨૨ હજાર કરતા વધુ જનમેદની આ વિશાળ સમિયાણામાં એકત્રિત થતી હતી. વિવિધ સમાજની આરતી વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'દેવ ભટ્ટ' અને તેના ગ્રુપ દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરીને   વાહવાહ મેળવી હતી. જલારામબાપા, આશાપુરા માતાજી, કરણીમાતાજી, શ્રીનાથજી, જુલેલાલ દેવ, ઉમાંખોડીયાર, કૃષ્ણભગવાન, શિવશંકર, મહાકાળી, નાગેશ્રી, ચામુંડામાતાજી સહિતના વિવિધ સ્વરૂપોના આબેહુબ દર્શન તેમની ટીમ દ્વારા શિવસ્તુતિના ગાન સાથે કરાવવામાં આવેલ હતા.

 છેલ્લા દિવસે સાંજની મહાઆરતીમાં માળી સમાજના બાબુભાઈ સોલંકી, રતનસિંહ ભાઈ, નામેરીભાઇ, પ્રદીપભાઈ, મોહનભાઈ, વેલાભાઇ, હિતેશભાઈ, શૈલેષભાઈ, નિકુંજભાઈ, નવીનભાઈ, બાબુભાઈ, વિનુભાઈ, પ્રવીણભાઈ, વિનાભાઈ, ભાવેશભાઈ, મુકતાબેન, કાંતાબેન, દશુબેન, મંજુબેન અને જશુબેન તેમજ દેવીપુજક સમાજના જીતુભાઈ રાઠોડ, સુરેશભાઈ મકવાણા, ભૂપેશભાઈ, ધમભાઈ, બાબભાઇ, સુરેશભાઈ સોલંકી, રાયધનભાઈ, કાકુભાઈ સોલંકી, નારણભાઈ, હેમુભાઈ, મુન્નાભાઈ, ભાવનાબેન, રેખાબેન, કંચનબેન, ચંદ્રિકાબેન, નયનાબેન, શારદાબેન, દયાબેન, લક્ષ્મીબેન, ભાનુબેન અને દીનાબેન હાજર રહ્યા હતા.

આ આયોેજને સફળ બનાવવા માટે ટીમ ઇન્દ્રનીલ ફોર યુ ના મુખ્ય આયોજકો ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઇ દોંગા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, જગદીશભાઈ મોરી, રસિકભાઈ ભટ્ટ, દર્શનીલબેન રાજગુરુ અને હસુભાઈ બાંભણીયા તેમજ મીડિયા સમિતિમાં ભાવેશભાઈ બોરીચા અને અભિષેકભાઈ તાળા, જાવેદભાઈ જુણેજા તેમજ મંડપ સમિતિમાં તુષારભાઈ નંદાણી અને મિતુલભાઇ દોંગા તેમજ દર્શનાર્થી વ્યવસ્થા સમિતિ કિશોરસિંહ જાડેજા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં દિક્ષિતાબેન અને મિતુલભાઇ દોંગા તેમજ મહેમાન સ્વાગત આમંત્રણ સમિતિમાં ભાવેશભાઈ બોરીચા, અભિષેકભાઈ તાળા, ચિરાગભાઈ જસાણી, કમલેશભાઈ સાંગાણી તેમજ આરતી શણગાર વ્યવસ્થામાં દર્શનીલ રાજગુરુ, યોગિતા વાડોલીયા, અનીતા ગોપલાણી, મનીષા થાવરાણી, દિપ્તીબેન સોલંકી, અમિષાબેન ગોહેલ, રીટાબેન વડેચા, મીનાબેન ત્રિવેદી, કિરણબેન ત્રિવેદી, તૃપ્તિબેન જોષી, કંચનબેન વાળા, જયાબેન ચૌહાણ, ધર્મિષ્ઠાબેન મહેતા, ગાયત્રીબેન ભટ્ટ, માનસીબેન ત્રિવેદી, અનિતાબેન સોની તેમજ પાર્કિંગ વ્યવસ્થા સમિતિમાં યુંનુશભાઈ જુણેજા, હારૂનભાઈ ડાકોરા, હર્ષદભાઈ, ઈમરાનભાઈ પરમાર, સાહિલ ચૌહાણ, એજાજભાઈ, કેવલભાઈ, સલીમભાઈ કારીયાણી, બશીરભાઈ, શોએબભાઈ તેમજ જૂતા સમિતિમાં દિલીપભાઈ આસવાણી, હરિભાઈ વાસદેવાણી, સુનીલભાઈ બીજરાણી, ઠાકુરભાઈ ખાનચંદાણી, ચંદ્રેશભાઈ પારવાણી, સુનીલભાઈ સાધનાણી, ગોવિંદભાઈ ભાનુશાળી, કિશનભાઈ, મયુરભાઈ, અશોકભાઈ તેમજ પાણી વ્યવસ્થા સમિતિમાં અતુલભાઈ રાજાણી તેમજ અભિષેક સમિતિમાં જીતેન્દ્રભાઈ ઠાકર, કિશોરસિંહ જાડેજા, મનીષભાઈ કક્કડ, અમિતભાઈ ઠાકર, અભયરાજસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા વિગેરેએ જેહમત ઉઠાવી હતી.

(4:00 pm IST)