રાજકોટ
News of Sunday, 21st July 2019

રાજકોટના આજીડેમ પાસે પ્રજાપતિ મામા - ભાણેજ પર વીજળી ખાબકી : મામાનું કરૂણ મોત

રાજકોટ : આજે સાંજે રાજકોટ પર વરસી ગયેલ મુશળધાર વરસાદ દરમ્યાન આજીડેમ પાસે મામા - ભાણેજ પર વીજળી પડી હતી, જેમાં યુવાન મામાનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક નર્સિંગના 2જા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

મૃતક, બહેન - બનેવી અને ભાણેજ સાથે આજે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. 6 બહેનોના એકના એક ભાઈના મોત થી પ્રજાપતિ પરિવારમાં શોક છવાયો છે.

(11:13 pm IST)