રાજકોટ
News of Sunday, 21st July 2019

સદરમાં મહેમુદ પઠાણના ઘર પાસે જૂગારનો દરોડોઃ ૯ શખ્સ ૩૫ હજારની રોકડ સાથે પકડાયા

રાજકોટઃ સદર બજારમાં ઇદગાહ પાસે રહેતાં મેહમુબ હમીદભાઇ પઠાણ (ઉ.૪૦)ના ઘર પાસે લાઇટના અજવાળે જૂગાર રમાતો હોઇ પ્ર.નગર પોલીસે દરોડો પાડી મહેમુદ તેમજ આમીદ મહેમુદ ચોૈહાણ (ઉ.૪૨), સોયેબ આદમભાઇ દાઉદાણી (ઉ.૨૯), સાહિલ યુસુફભાઇ ઠેબા (ઉ.૩૪), યાસીન ઓસમાણભાઇ ભાડુલા (ઉ.૩૬), ઇમરાન જુસબભાઇ ચાવડા (ઉ.૩૬), સરફરાજ મહમદભાઇ મુસ્લિમ (ઉ.૩૮), સરફરાજ કાસમભાઇ કટારીયા (ઉ.૩૭) અને સોહેલ સોકતભાઇ ઠેબા (ઉ.૩૮)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૫૪૦૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ સિસોદીયા, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપસિંહ, પ્રદિપસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.

(11:51 am IST)