રાજકોટ
News of Saturday, 21st July 2018

કોંગ્રેસના 'શકિત પ્રોજેકટ'માં રાજકોટ તાલુકા શહેરમાં કો- ઓર્ડીનેટરોની વરણી

રાજકોટ,તા.૨૧: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યેક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રેરિત 'શકિત પ્રોજેકટ'માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાની સુચના અનુસાર નિમણુકો જાહેર કરાઈ છે. તાલુકા/ શહેર કોઓર્ડીનેટરોમાં રાજકોટમાં- સંજયભાઈ ખુંટ, ગોંડલમાં પંકજભાઈ નસીત, જામકંડોરણામાં સુરેન્દ્રસિંહ વાળા, સેજુલભાઈ ભુત, જેતપુરમાં વિપુલભાઈ વૈષ્ણવ અને રાજ પાઘડાળની નિમણુંક કરાઈ છે.

લોધીકામાં સવજીભાઈ પરમાર, મેઘજીભાઈ સાંકરીયા, ધોરાજીમાં ઠુંમર ચંદ્રેશભાઈ મનસુખભાઈ, બાબરીયા ભાવેશભાઈ નાથાભાઈ, પડધરીમાં પરસોત્તમભાઈ લુણાગરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટામાં લાખાભાઈ ડાંગર, બાલુભાઈ વિંઝુડા, કોટડા સાંગાણીમાં સુરેશભાઈ લુણાગરીયા, હીરાભાઈ સાગઠીયા, જસદણમાં વિનુભાઈ ઘડુક, ધીરૂભાઈ છાયાણી, વિંછીયામાં કડવાભાઈ જોગરાણા, રમેશભાઈ મનજીભાઈ જેનાણી, ગોંડલ શહેરમાં ભાવેશભાઈ ભાષા, લલીતભાઈ પટોડીયાની નિમણુંક કરાઈ છે.

ઉપલેટા શહેરમાં બાબુભાઈ ડેર, જગદિશભાઈ પંડીત, ધોરાજી શહેરમાં અભિષેક મનીષભાઈ જાગાણી, જેનીસભાઈ મનોહરભાઈ ઠુંમર, જેતપુર શહેરમાં નિલેશભાઈ પંડ્યા, અશરદભાઈ બાબી, જસદણ શહેરમાં સુરેશભાઈ કાકડીયા, સુરેશભાઈ છાયાણી, ભાયાવદર શહેરમાં નયનભાઈ જીવાણી, અનિલકુમાર રાડીયાની નિમણુંક થયેલ હોવાનું શકિત પ્રોજેક ઈન્ચાર્જ પ્રણય શુકલા (ફોનં-૦૭૯- ૨૬૫૭૮૨૧૨)ની યાદીમાં જણાવાયું છે.(૩૦.૭)

(2:34 pm IST)