રાજકોટ
News of Monday, 21st June 2021

મ.ન.પા.ના પદાધિકારીઓ-અધિકારીઓ ઘરે રહી યોગા કર્યા

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ર૧ જુને વિશ્વ યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે જાહેર સ્થળોએ યોગા યોજી શકાય તેમ નથી જેથી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુટ્યુબ તથા ફેસબુક લીંક દ્વારા યોગા કાર્યક્રમ સવારે ૦૭-૩૦થી યોજાયેલ. વિશ્વ યોગ દિનની ઉજવણીમાં પોતાના દ્યરેથી મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજય બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિના ચેરમેન ડા. રાજેશ્રીબેન ડોડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, તથા કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિગેરે લાઈવ યોગા કાર્યક્રમમાં જોડાયા હતા.

(5:03 pm IST)