ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી
રાજકોટઃ મહાનગરપાલિકાના વરાયેલા વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તે વખતની તસ્વીર નાગરિકોને પડતી હાલાકી, સમસ્યાઓ અને સરકારની અણઘડ નીતિઓમાં પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે ત્યારે લોકોને તમામ પ્રકારની સુવિધાઓ સત્વરે મળી રહે અને લોકો હેરાન ન થાય તેમજ અરજદારોને સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા ખાવા પડતા હોય છે અને પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જયારે મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદો નોંધાવે છે છતાં કમ્પ્લેઇન સોલ્વનો મેસેજ અધિકારીઓ ખોટી રીતે મોકલી આપે છે અને અધિકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત થી લોકો હેરાન પરેશાન થતા હોય આ બાબતે ભાનુબેન સોરાણી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતાનું ઓનલાઈન ડેસ્કનો પ્રારંભ કર્યો હતો જે ઓનલાઈન ડેસ્ક પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણીએ મોબાઈલ ફોનમાં સીસ્ટમ કાર્યરત કરી અને પ્રદર્શિત કરી હતી.