રાજકોટ
News of Monday, 21st June 2021

ભીમનગર પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે સિધ્ધાર્થ ઉર્ફે ટીકો પકડાયો

મીલપરામાંથી યજ્ઞેશ ચૌહાણ બીયરના ર૪ ટીન સાથે પકડાયો

રાજકોટ તા. ર૧ : કાલાવડ રોડ પર ભીમનગર મેઇન રોડથી તાલુકા પોલીસે બાતમીના આધારે એક શખ્સને દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ભીમનગર મેઇન રોડ પર એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. આર.બી. જાડેજા, હેડ કોન્સ. મોહશીનખાન, ધર્મરાજસિંહ તથા મનિષભાઇને બાતમી મળતા પી. આઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. એન.ડી.ડામોર, એ.એસ. આઇ. આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી મોહસીનખાન, અમીનભાઇ, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, મનિષભાઇ અને હર્ષરાજસિંહ સહિતે દરોડો પાડી રૂ.૪૦૦૦ ની કિંમતની દારૂની ૧૦ બોટલ સાથે સિધ્ધાર્થ ઉર્ફે ટીકો કિશોરભાઇ જાદવ (ઉ.ર૩) (રહે. ભીમનગર શેરી નં. ૧ નાનામવા મેઇન રોડ)ને પકડી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ તથા રણજીતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પી.આઇ.બી.એમ.કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, એ.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા, ફીરોજભાઇ, હેડ કોન્સ ભાવેશભાઇ, રણજીતસિંહ, મનરૂપગીરી, રણજીતસિંહ પઢારીયા, મનીષભાઇ, મૈસુરભાઇ, વાલજીભાઇ, રાજેશભાઇ સહિતે મીલપરા શેરી નં.ર/૯ ના ખુણા પાસે દરોડો પાડી રૂ.ર૪૦૦ ની કિંમતના બીયરના ર૪ ટીન સાથે યજ્ઞેશ હર્ષદભાઇ ચૌહાણ (ઉ.રર) (રહે.મીલપરા-ર, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ)ને પકડી લીધો હતો.

(3:34 pm IST)