રાજકોટ
News of Monday, 21st June 2021

સોશયલ ડીસ્ટન્સનું પાલન ન કરી જાહેરનામાનો ભંગ કરનારા રેસ્ટોરન્ટના મેનેજર સામે કાર્યવાહી

રાજકોટ,તા. ૨૧ : કોરોના મહામારી અંતર્ગત પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના જાહેરનામાનો પોલીસ દ્વારા કડક અમલ કરાવી રહી છે. ત્યારે ગઇ કાલે તાલુકા પોલીસ મથકના પીઆઇ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, હેડ કોન્સ. મોહસીનખાન મલેક, અમીનભાઇ, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, હર્ષદરાજસિંહ અને મનીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કાલાવડ રોડ પર નાના મવા પાસે આવેલ 'મેક ડોનલ' રેસ્ટોરન્ટરમાં ૫૦ ટકાથી વધુ ગ્રાહકોને એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા રેસ્ટોરન્ટના મેનેજર આશિષ કશ્મીરસીંગ દિપક (ઉવ.૨૩) (રહે. રંગોલી પાર્કમાં ગુજરાત હાઉસીંગ વોર્ડના કવાર્ટર વીગ-એલ/ ફલેટ નં.૧૦૧ કાલાવડ રોડ)ની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)