રાજકોટ
News of Friday, 21st June 2019

આર.કે. યુનિવર્સિટીમાં વર્કશોપ

 રાજકોટઃ આર.કે. યુનિવર્સિટી દ્વારા કમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટર સાયન્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા અધ્યાપકો માટે ગુજકોસ્ટના સહયોગથી ''ડેટાબેઝ ડિઝાઇન એન્ડ પ્રોગ્રામિંગ વિથ એસ.કયૂ.એલ.''ના વિષય ઉપર અઠવાડિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વર્કશોપમાં ઓરેકલ એકેડમિક-કંપનીમાંથી રિતેશ જૈન, પ્રોજેકટ મેનેજર, ઓરેકલ હૈદરાબાદ તરફથી સતત પાંચ દિવસ સુધી આર.કે. યુનિવર્સિટીના કેમ્પસ ખાતે જ આધ્યાપકોને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં ચાલી રહેલ અધ્યતન સંશોધન વિષે સમજાવવામાં આવ્યું. વર્કશોપ ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રને સાથે રાખીને કાર્ય કરવા માટે શિક્ષકોને મદદરૂપ નીવડશે તથા વિદ્યાર્થીઓને અદ્યતન જ્ઞાન આપવા અને સામાન્ય લોકોને પણ લેટેસ્ટ ટેકનોલોજી વિષે માહિતી આપવા માટે શિક્ષકોને મદદરૂપ નીવડશે. વર્કશોપમાં ભારતની ૮ જુદી જુદી કોલેજ અને શ્રીલંકાની એક કોલેજમાંથી અધ્યાપકો એ ભાગ લીધો હતો.

(4:09 pm IST)