રાજકોટ
News of Friday, 21st June 2019

કર વસુલાત-મોટી રકમના નાણાકીય વ્યવહાર ઉપર આયકર ફોકસ કરશે

ગુજરાતના ટીડીએસ ચીફ કમિશ્નર દેવાશિષ રોયચૌધરી રાજકોટની મુલાકાતેઃ અધિકારીઓ સાથે બેઠક

રાજકોટ, તા. ૨૧ :. ગુજરાત આવકવેરા વિભાગના ચીફ કમિશ્નર શ્રી દેવાશિષ રોયચૌધરી ગઈકાલે સાંજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે રાજકોટ રીજીયનના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ કર વસુલાતના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યુ હતું.

ભારત સરકાર દ્વારા રાજકોટ આવકવેરા ચીફ કમિશ્નર રેટને રૂ. ૩૩૭૦ કરોડનો ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે લક્ષ્યાંક આપ્યો છે. આ લક્ષ્યાંકને ધ્યાને લઈને તમામ વિભાગોએ અત્યારથી જ કામગીરી શરૂ કરી દીધી છે. તેની પ્રસંશા કરી શ્રી દેવાશિષ રોયચૌધરીએ એડવાન્સ ટેકસ, ટેકસ રીકવરી, ઈન્ફોર્મેશન બેઈઝ સર્વે ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો હતો. મોટી રકમના નાણાકીય વ્યવહારો ઉપર ખાસ ધ્યાન રાખવા પણ સૂચન કર્યુ હતું.

રાજકોટ રેન્જને ગત વર્ષે રૂ. ૨૭૭૭ કરોડની કર વસુલાત થઈ હતી.  પ્રથમ વખત રાજકોટ આવેલા ગુજરાતના ચીફ કમિશ્નર શ્રી દેવાશિષ રોયચૌધરીને તમામ રેન્જના અધિકારીઓએ આવકાર્યા હતા અને રાજકોટ, જામનગર, ભૂજ, મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના ટેકસ કલેકશન માહિતી આપી હતી.

(4:06 pm IST)