રાજકોટ
News of Friday, 21st June 2019

બરોડા બેંક દ્વારા યોગાભ્યાસ

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે બેંક ઓફ બરોડા રાજકોટ ઝોન તેમજ રાજકોટ ક્ષેત્ર દ્વારા શહરેના લાઇફ બિલ્ડીંગ ખાતે યોગ, આસન અને પ્રાણાયામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ ઝોનલ હેડ સંજીવ ડોભાલ,  ક્ષેત્રીય પ્રબંધક સંજય ગુપ્તા, ડેપ્યુટી ઝોનલ હેડ શ્રી સચદેવા  તેમજ અન્ય અધિકારીઓ સાથે બહોળી સંખ્યામાં બેંકના કર્મચારી ભાઇ-બહેનો હાજર રહયા હતા. લાઇફ સંસ્થાના પ્રશિક્ષક દ્વારા હાજર રહેલા સૌને યોગના ફાયદાઓ જણાવ્યા હતા.

(4:06 pm IST)