રાજકોટ
News of Friday, 21st June 2019

નાણાવટી ચોક વિસ્તારમાં વોકર્સઝોન પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેર વોર્ડ નં.૧૦માં નાણાવટી ચોક નજીક આવેલ વોકર્સઝોનમાં કુલ પાત્રીસ લાખ ચુમાલીસ હજાર રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લેક નાખવાનું શરૂ કરાયું. આ પ્રસંગે વોર્ડનં.૧ ના કોર્પોરેટર બાબુભાઇ આહીર દ્વારા ખાતમુર્હુત કરી આ વિકાસ કાર્યનો જોશથી પ્રારંભ કરાયો. આ કાર્યમાં કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયાની પણ હાજરી રહેલ, સાથે વોર્ડ નં.૧ ભાજપ પ્રમુખ રસિકભાઇ બદ્રકિયા, મહામંત્રી ભાવેશભાઇ પરમાર, જયદીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, જયશેભાઇ વોરા, પ્રવિણભાઇ જેઠવા, વિપુલભાઇ શુકલ, હેમંતભાઇ બોરીચા, દેવાયતભાઇ ડાંગર, મહેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, જીવાભાઇ, સુરેશભાઇ સંચાણીયા, સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

(4:06 pm IST)