રાજકોટ
News of Friday, 21st June 2019

આજીવન અનશન આરાધક ઇન્દુબેન દોશીનો સંથારો સીજયોઃ પાલખી યાત્રા નિકળીઃ કાલે ગુંણાજલી

રાજકોટઃ તા.૨૧, ગોંડલ રોડ (વેસ્ટ) સ્થાનકવાસી જૈન સંઘના સુશ્રાવિકા માતુશ્રી ઇન્દુબેન ચદ્રકાન્તભાઇ દોશીએ તા.૨૦ને ગુરૂવારે  ૩.૪૦ કલાકે ગો.સ.ના જશ ઝવેર પરિવારના પુ. હીરક હંસા ગુરૂણીના તેજસ્વી શિષ્યા રત્ન પૂ. પલ્લવીબાઇ મ.સ., પૂ.પ્રસન્નતાબાઇ મ.સ. પાસે આજીવન અનશન (સંથારા) ના પચ્ચખાણ ધારણ કરેલ.

કાલે સાંજે  ૭:૧૫ કલાકે પૂ.શ્રીનો સંથારો સીઝી ગયેલ. તેમની પાલખી યાત્રા આજે  તા.૨૧ ને શુક્રવારે ૮:૩૦ કલાકે દોશી પરિવારને ત્યાંથી નીકળેલ જેમાં સંઘના શ્રાવક-શ્રાવિકા જોડાયેલ.

ઇન્દુબેન દોશીની શ્રધ્ધાંજલી, ભાવાજંલી, ગુણાંજલી સભા જયેશભાઇ, શ્રીમતી સંગીતાબેન, બ્રીજેશભાઇ તરફથી પૂ. મહાસતીજીની નિશ્રામાં કાલે તા.૨૨ને શનિવારે સવારે ૧૦ વાગ્યે શ્રી વિશાશ્રી માળીની વાડી કરણપરા ખાતે રાખવામાં આવેલ છે. તેમ શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થા. જૈન સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કિરીટભાઇ શેઠની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)