રાજકોટ
News of Friday, 21st June 2019

શાપર-વેરાવળની કંપનીના લાખોની ઉચાપત કેસમાં કર્મચારીની જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ તા.ર૧ : શાપર - વેરાવળ ખાતે આવેલ મેગોટેક્ષ ઇન્ડ. કંપનીના કર્મચારીએ કરેલ ૧૭ લાખ પ૦ હજારની ઉચાપતની ફરિયાદમાં આરોપીએ જામીન પર છુટવા કરેલ અરજી ગોંડલની સેશન્સ કોર્ટે રદ કરી હતી.

બનાવની  ટુંકમાં હકીકત એવી છે કે તા.૧૦-૬-ર૦૧૯ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં રાજકોટ ગોંડલ હાઇવે, કાંગશીયાળી ખાતે આવેલા મેગોટેક્ષ ઇન્ઙ પ્રા. લી.,માં મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી સુજનાનકુમાર હેગડેએ કંપનીના ફાયનાન્સ ડીપાર્ટમેન્ટના કેશીયર તરીકે ફરજ બજાવતા કર્મચારી કાનજીભાઇ ચંદુભાઇ ભુત રહે. કોઠારીયા રોડ, રાજકોટ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૦૮, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિગેરે મુજબના ગુનાની ફરિયાદ કરેલ.

મુળ ફરિયાદ એવા પ્રકારની છે કે મેગોટેક્ષ ક઼પનીમાં તા.૩૦-પ-ર૦૧૯ના રોજ ઓડીટની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન કંપનીના ફાયનાન્સ ડીપાર્ટમેન્ટમાં રૂ.૩૯,પ૦૦ ની ઘટ આવેલ હતી. જેથી તેની તપાસ કરવામાં આવતા કેશીયર તરીકે ફરજ બજાવતા કાનજીભાઇ ચંદુભાઇ ભુતે આ રકમ પોતે અંગત વપરાશમાં લઇ જવાનું ખુલેલ હતુ અને તે રકમ તુરંત જ કંપનીમાં જમા કરાવેલ હતી. આ ઘટના બાદ કંપનીના ફાયનાન્સ ડીપાર્ટમેન્ટના મેનેજર નીતિનભાઇ લુણાવતે હિસાબી વર્ષ ર૦૧૮-ર૦૧૯ના તમામ વ્યવહારોની  ખરાઇ કરવા સુચના આપતા સમગ્ર વર્ષ દરમિયાન આરોપીએ કંપનીના વાઉચરમાં ઉપરી અધિકારીની ખોટી સહીઓ કરી અને રકમમાં ફેરફાર કરી અને કુલ રૂ.૧૭,પ૦,૦૦૦ની કંપનીની મોટી રકમની ઉચાપત કરેલનું ખુલેલ હતુ. ત્યારબાદ કાનજીભાઇએ ઉચાપત કરેલ રકમમાંથી વધુ ર લાખની રકમ કંપનીના જમા કરાવેલ પરંતુ બાકીની રકમ ઓળવી ગયેલ હોય કાનજીભાઇ વિરૂધ્ધ ફોજદારી ફરીયાદી કરવામાં આવેલ હતી.આ ફરીયાદ થતા કાનજીભાઇની શાપર વેરાવળ પોલીસે ધરપકડ કરી તેની રીમાન્ડની માંગણી કરી આરોપીની આકરી પુછપરછ કરેલ હતી. રીમાન્ડનો સમય પુરો થતા આરોપીને ગોંડલ જેલ હવાલે કરવામાં આવેલ અને આરોપી દ્વારા જામીન અરજી નામંજુર થતા આરોપીએ ગોંડલની સેશન્સ કોર્ટમાં ફરીથી જામીન અરજી કરેલ. આરોપીની જામીન અરજી નામંજુર કરવા સંદર્ભે કંપની વતી રાજકોટના વકીલ શ્રી પિયુષભાઇ જે.  કારીયાએ લેખીતમાં દલીલ રજુ રાખી દલીલના સમર્થનમાં અનેક દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ રાખેલ. જેથી બન્ને પક્ષોની એચ.પી. મહેતાએ આરોપીની જામીન અરજી નામંજુર કરેલ હતી.આ જામીન અરજીમાં સરકાર તરફે વકીલ શ્રી જી.કે. ડોબરીયા, તેમજ મુળ ફરીયાદી તરફે રાજકોટના પિયુષ જે. કારીયા, પ્રદ્યમુનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીનભાઇ તેરૈયા તથા કેવલ પુરોહીત રોકાયેલ હતા.

(3:26 pm IST)