રાજકોટ
News of Friday, 21st June 2019

યુ.જી.સી. નેટ પરીક્ષાના નિઃશુલ્ક તાલીમ વર્ગોનું સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજન

રાજકોટ, તા. ર૧ : યુ.જી.સી. એ પીએચ.ડી. રેગ્યુલેશન-ર૦૦૯, ર૦૧૬ અને ર૦૧૮ મુજબ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજિયાત કરી છે. અધ્યાપક તરીકે કારકિર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે નવા માળખા મુજબની પરીક્ષા ભારત સરકાર દ્વારા યોજાનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને સીસીડીસી યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવા માટેની ઉત્તમ તક આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી UGC-XIIમી યોજનાની માર્ગદર્શિકા મુજબ SC/ST/OBC (નોન ક્રિમીલેયર) PH MINORITYના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે UGC NET જનરલ પેપર નં.૧ ના વર્ગ તા. પ જુલાઇથી સમય સવારે ૯થી ૧૧ના સમયમાં શરૂ થશે. જેમાં જનરલ પેપર-૧ના વિવિધ આયામો પર્યાવરણ, મેથેમેટીકસ, રીઝનીંગ, ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, ટેકનોલોજી ઉચ્ચ શિક્ષણ પોલીટી વેલ્યુ-એજયુકેશન, ડિસ્ટન્સ લર્નીંગ, ટીચીંગ એપ્ટીટયુડ, રીસર્ચ એપ્ટીટયુડ અને ઇકમો સીસ્ટમનું માર્ગદર્શન જે તે વિષયના નિષ્ણાતો અધ્યાપકો દ્વારા આપવાનું આયોજન કરાયેલ છે. તદઉપરાંત પેપટર નં. રના વર્ગો માટે જે તે અનુસ્નાતક ભવનમાં સંપર્ક કરવાનો રહેશે. યુ.જી.સી. નેટ કોચીંગ સેન્ટરના વર્ગોમાં પી.જી.ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક એમ.ફિલ/પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ તા. ૩-૭-૧૯ સુધીમાં યુ.જી.સી. નેટ કોચીંગ સેન્ટર સીસીડીસી બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્રવેશ મેળવવા નિઃશુલ્ક અરજી કરવાની રહેશે. આ વર્ગોમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

(3:25 pm IST)