રાજકોટ
News of Friday, 21st June 2019

જસદણની ઓમ બિમાર નંદી ગૌશાળાના લાભાર્થે કાલે લોકડાયરો

હાસ્યકલાકાર ધીરૂભાઈ સરવૈયા, ભજનીક વર્ષાબેન વણજારા, સાહિત્યકાર ભાવેશભાઈ સોની અને ભજનીક સંદીપભાઈ ડાવેરા જમાવટ કરશે

રાજકોટ,તા.૨૧: જસદણમાં આવેલ ઓમ બિમાર નંદી ગૌશાળાના લાભાર્થે રાજકોટમાં આવતીકાલે તા.૨૨ના શનિવારના રાત્રીના ૮ વાગ્યાથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાલે શનિવારે સાંજે ૮ વાગ્યાથી આયોજીત આ લોકડાયરામાં હાસ્ય કલાકાર શ્રી ધીરૂભાઈ સરવૈયા, ભજનીક વર્ષાબેન વણજારા, સાહિત્યકાર શ્રી ભાવેશભાઈ સોની અને ભજનિક શ્રી સંદિપભાઈ ડાવેરા જમાવટ કરશે.

આ પ્રસંગે કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયા અને સરદાર પટેલ જળ- સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે જસદણમાં આવેલ ઓમ બિમાર નંદી ગૌશાળામાં ૬૦૦ બળદ અને ૧૧૦૦ ગાયો નિવાસ કરે છે. જેના લાભાર્થે લોકડાયરાનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા રૂ.૧,૦૦૦ એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા સર્વશ્રી બાલાભાઈ અકબરી (મો.૯૯૨૫૫ ૦૦૪૯૦), વિજયભાઈ રાદડીયા, ગોપાલભાઈ સાવલીયા, તુષારભાઈ નંદાણી, ધીરૂભાઈ સાવલીયા, ભરતભાઈ પીપળીયા, ધીરૂભાઈ મીલીયા, રાજેશભાઈ પરસાણા, મુકેશભાઈ બારસીયા, સંજયભાઈ કાકડીયા, હર્ષદ લીંબાસીયા અને ધનજીભાઈ લીંબાસીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:23 pm IST)