રાજકોટ
News of Friday, 21st June 2019

તમને પ્રવિણ સ્મશાનમાં મળ્યો તો મને જાણ કેમ ન કરી? કહી રોહિતભાઇને ચેતને માર માર્યો

સામા કાંઠે ગોવિંદબાગ માર્કેટમાં કટલેરીના ધંધાર્થીને મિત્રએ ખૂનની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૨૧: સામા કાંઠે રહેતાં લોહાણા પ્રૌઢને તેના જ મિત્ર રજપૂત શખ્સે 'હું જેની પાસે પૈસા માંગુ છું એ તમને રામનાથપરા સ્મશાને મળ્યો તો મને જાણ કેમ ન કરી?' તેમ કહી ઢીકા-પાટુનોમ ાર મારી પતાવી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.  બનાવ અંગે આર્યનગર-૬માં શાળા નં. ૭૨ સામે જ્હાન્વી નામના મકાનમાં ભાડેથી રહેતાં અને કટલેરીનો ધંધો કરતાં રોહિતભાઇ મગનભાઇ કાછેલા (લોહાણા) (ઉ.૫૫)ની ફરિયાદ પરથી પોલીસે તેના મિત્ર ચેતન ખેંગારભાઇ રજપૂત સામે ગુનો નોંધ્યો છે.

રોહિતભાઇના કહેવા મુજબ પોતે ગોવિંદબાગ શાક માર્કેટમાં કટલેરીની લારી રાખી ધંધો કરુ છું. ૧૯મીએ સવારે પડોશી પ્રવિણભાઇ નિમાવત ગુજરી ગયા હોઇ પોતે તેમની અંતિમયાત્રામાં રામનાથપરા ગયા હતાં. તે વખતે પડોશી કિશોરભાઇ નિમાવત પણ આભડવા આવ્યા હોઇ તે મળ્યા હતાં અને સામાન્ય વાતચીત થઇ હતી. એ પછી અંતિમયાત્રાની વિધી પુરી કરી બપોરે બે વાગ્યે ઘરે આવી ગયેલ. સાંજે પાંચેક વાગ્યે પોતાની ગોવિંદબાગની કટલેરીની લારીએ જતાં મિત્ર ચેતન ખેંગારભાઇ રજપૂત આવ્યો હતો અને સીધો ગાળો દેવા માંડતાં તેને શા માટે ગાળો આપે છે? તેમ પુછતાં તેણે કહેલ કે 'કિશોર નિમાવત પાસેથી મારે પૈસા લેવાના છે, તે મને કયાંય મળતો નથી, તે રામનાથપરા સ્મશાને સવારે આભડવા આવ્યો તો મને જાણ કેમ ન કરી?' કહેતાં રોહિતભાઇએ પોતાને વહિવટ શું છે તેની ખબર ન હોઇ જેથી જાણ નહોતી કરી તેમ જણાવતં મિત્ર ચેતને તેને ગાળોદઇ મોઢા-છાતી પર ઢીકા મારી ઇજા કરી હતી. તેમજ ઝાપટો મારી હતી. એ વખતે દિકરો જયદિપ નાસ્તો લેવા આવ્યો હોઇ તે છોડાવવા આવ્યો હતો.

ચેતને એવી ધમકી પણ આપી હતી કે જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ. માણસો ભેગા થતાં તે ભાગી ગયો હતો. હોસ્પિટલમાંથી સારવાર લઇ ફરિયાદ નોંધાવી છે. બી-ડિવીઝનના એએસઆઇ આર. એસ. સાંકળીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)