રાજકોટ
News of Friday, 21st June 2019

રૂખડિયા ફાટક પાસે અજાણ્યા યુવાનનું બેભાન થઇ જતા મોત

રાજકોટ તા ૨૧  :  શહેરના રૂખડીયા ફાટક પાસે એક અજાણ્યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતા રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રૂખડીયા રેલ્વે ફાટક પાસે આશરે ૩૫ વર્ષનો અજાણ્યો યુવાનબેભાન હાલતમાંપડયો હોવાની કોઇએ જાત કરતા ૧૦૮ ના તબીબને તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાપ થતા રેલ્વે પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇએ સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.મૃતક અજાણ્યા યુવાને બ્લ્યુ કલરનું પેન્ટ અને દુધીયાકલરનો ચેકસવાળો શર્ટ પહેરેલ છે.તેનું હાર્ટએટેકથી મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળ્યું છે.

આ યુવાનના જો કોઇ સગા સબંધી હોય તો રેલ્વે પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:14 pm IST)