રાજકોટ
News of Friday, 21st June 2019

રાજકોટમાં ૯૦૦ બહેનોએ પાણીમાં કર્યા યોગા

૧ર દિવ્યાંગ દિકરીઓ પણ જોડાઇઃ કાલાવડ રોડ, રેસકોર્ષ, કોઠારીયા રોડ, પેડક રોડ તથા સાધુવાસવાણી રોડ સહિતના સ્વીમીંગપુલમાં યોજાયો કાર્યક્રમઃ વંદનાબેન નીતિભાઇ ભારદ્વાજ અને અલ્પાબેન શેઠ તથા મહિલા કોચના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ, તા. ર૧ : મ્યુ.કોર્પોરેશન દ્વારા જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા હતા. તેમાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના  જીજાબાઈ મહિલા સ્વીમિંગ પુલ (સાધુવાસવાણી રોડ) લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્ષ), સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ), ખાતે એકવા યોગનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં ૯૦૦ થી વધુ બહેનો જોડાયા હતા.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ.કોર્પોરેશન દ્વારા આજે વિશ્વ યોગા દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  શહેરનાં કોર્પોરેશનનાં સ્વિમિંગપુલ ખાતે એકવા યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેસકોર્ષ સ્નાનાગાર ખાતે મેયર બિનાબેન આચાર્ય, મીસીસ કલેકટર, વૈશાલીબેન કાનગડ, કાર્યક્રમના ઇન્ચાર્જ પૂર્વ ડેપ્યુટી મેયર ડાઙ્ખ.દર્શિતાબેન શાહ, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 જીજાબાઈ મહિલા મહિલા સ્વીમિંગ પુલ ખાતે મીસીસ પાની, બિનાબેન મીરાણી,  શહેર ભાજપ મંત્રી ચારુબેન ચૌધરી, વીણાબેન પાંધી, જશુમતીબેન વસાણી, કાર્યક્રમના ઇન્ચાર્જ રૂપાબેન શીલુ તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહર્ષિ દયાનંદ સરસ્વતી કાલાવડ રોડ પાસેના સ્વીમિંગ પૂલ ખાતે મીસીસ સી.પી. બાનુબેન ઢકાણ, સંગીતાબેન, કાર્યક્રમના ઇન્ચાર્જ વિજયાબેન વાછાણી તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર વલ્લભભાઈ સ્વીમીંગ પુલ ખાતે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેલીબેન ત્રિવેદી, કંચનબેન સિધ્ધપુરા, જયોત્સનાબેન હળવદિયા, કાર્યક્રમ ઇન્ચાર્જ વર્ષાબેન રાણપરા, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ પેડક રોડ પાસેના સ્વીમિંગ પૂલ ખાતે ભગવતીબેન રૈયાણી, જયાબેન મોલીયા, ઉર્મિલાબેન જાગાણી, નીલામ્બરીબેન, નયનાબેન પેઢડીયા, કલ્પનાબેન કિયાડા, રાબીયાબેન સરવૈયા, મધુબેન કુંગસીયા કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રીતીબેન પનારા, તેમજ મહિલા કોર્પોરેટરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વંદનાબેન ભારદ્વાજ, અલ્પાબેન શેઠ તથા મહિલા કોચ  સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ અને તેઓનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.(તસ્વીર-અશોક બગથરીયા)

(11:59 am IST)