રાજકોટ
News of Friday, 21st June 2019

રાજકોટ જિલ્લાના યુવાનોને લશ્કરી- અર્ધલશ્કરી અને પોલીસ ફોર્સમાં જોડાવવાની તક

ધો.૧૦ પાસ જરૂરીઃ રોજગાર કચેરીએથી ફોર્મ મળશે

રાજકોટ, તા.૨૧:  મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ દ્વારા લશ્કરી/ અર્ધલશકરી તથા પોલીસ ફોર્સમાં જોડાવા માંગતા હોય તેવા રાજકોટ જિલ્લાનાં ફકત પુરૂષ ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વેનો એક માસનો વિનામુલ્યે નિવાસી તાલિમવર્ગ આગામી દિવસોમાં શરૂ થનાર છે. આ તાલીમ વર્ગમાં રાજકોટ જિલ્લાનાં ઉમેદવારો ભાગ લઇ શકે તેમજ લશ્કરી/ અર્ધલશકરી તથા પોલીસ ફોર્સમાં કારકીર્દી બનાવી શકે તે હેતુંથી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, બહુમાળી ભવન, રાજકોટ ખાતેથી નિયત નમૂનાનાં ફોર્મ મેળવવા માટે જણાવવામાં આવે છે. 

 

આ તાલીમ વર્ગને જોડાવા માટે ટ્રેડમેનની પોસ્ટ માટે ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ સોલ્જર જનરલ/ટેકનીકલ ડયુટીની પોસ્ટ માટે ૧૦  અને ૨ પાસ અને અંગ્રેજી, ફીઝીકસ અને ગણિત સાથે ઓછામાં ઓછા ૫૦ ટકા  દરેક વિષયમાં ૪૦ માર્કસથી ઓછા નહી. વયમર્યાદા તા. ૬/૧૧/૨૦૧૯ થી તા. ૧૬/૧૧/૨૦૧૯ દરમ્યાન ૧૭ ૧/૨ થી ૨૩ વર્ષ, ઉંચાઇ ૧૬૨ સેમી. થી ૧૬૮ સેમી. છાતી ૭૬-૮૧ સેમી. વજન ૫૦ કિ.ગ્રા. પુરૂષ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતનાં અસલ પ્રમાણપત્રો તથા તમામની ઝેરો્ક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનાં ફોટોગ્રાફ, બેંક પાસબુકની ઝેરોક્ષ તથા આધાર કાર્ડ/ ચૂંટણીકાર્ડ સાથે મદદનીશ નિયામક રોજગાર રાજકોટની કચેરીએથી ફોર્મ મેળવી અને ભરીને પરત કરવા જણાવવામાં આવે છે.

આર્મી રિક્રૃટીંગ ઓફિસ જામનગર ધ્વારા માહે નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન લશ્કરી ભરતીમેળો યોજવામાં આવનાર હોય તેથી લશ્કરમાં ભરતી પૂર્વે યુવાનોને તાલીમ મળી રહે તે હેતુસર યોજાનાર તાલીમ વર્ગો યુવાનોને તાલીમ ઉપયોગી થશે  આમ રાજકોટનાં યુવાનો માટે તાલીમ વર્ગમાં જોડાવાની ઉમદા તક છે.

(11:56 am IST)