રાજકોટ
News of Friday, 21st June 2019

ચોમાસા ટાણે જ સીંગતેલ-કપાસીયા તેલના ભાવે ગૃહિણીના બજેટ ખોરવ્યા

રાજકોટ, તા. ૧૯ :. જેમ ચોમાસાની અને તહેવારોની સીઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્રણ  દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો છે. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનોઙ્ગભાવ ૧૮૯૦ રૂા.એ  પહોંચ્યો છે.

સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યોઙ્ગઙ્ગછે. ત્રણ દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦દ્ગટ વધારો જોવા મળ્યો છે. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. માંગમાં વધારો થવાની સાથેઙ્ગદાણાંના ભાવમાં પણ વધારો થયો છે. તો બીજી તરફ, કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. કપાસીયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૫થી ૧૩૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્યો છે.

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને દ્યરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજીયાનુ વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો આવતા જ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે. ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

(8:44 am IST)