રાજકોટ
News of Thursday, 21st June 2018

કાલથી બે દિ' શાળા પ્રવેશોત્સવઃ શહેરના ૪ હજાર ભુલકાઓ પાટી-પેન પકડશે

ઢોલ નગારા, શરણાઇના સુરે નવા છાત્રોનું ઉમળકાભેર સ્વાગતઃ ૧૬ રૂટમાં ૧ર૬ શાળામાં કાર્યક્રમઃ કન્યા કેળવણી મહોત્સવઃ ૬ વિદ્યાર્થીનીઓને વિદ્યાલક્ષી બોંડઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર તથા શાસનાધિકારી ડી. બી. પંડયા દ્વારા આયોજન

રાજકોટ તા. ર૧ :.. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૬ થી ૧૪ વર્ષનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ના રહે તેવા ૧૦૦ ટકા નામાંકનના સંકલ્પ સાથે આજથી રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રંગારંગ શુભારંભ કરવામાં આવનાર છે. ભવ્યાતિભવ્ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને ઢોલ  નગારા, શરણાઇના સૂરે નવા છાત્રોનું ઉમળાભેર સ્વાગત કરી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ તકે સરકારશ્રીના પ્રતિનિધીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય, મહાનુભાવો, મહેમાનો, વાલીશ્રી, વિસ્તારના આગેવાનો, શિક્ષણ વિદો, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, સ્કુલ મેનેજમેન્ટ કમીટીના સભ્યો સહિત વિશાળ જન-સમુદાય ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજન ૧ થી ૧૬ રૂટમાં યોજવામાં આવેલ છે. જેમાં શિક્ષણ સમિતિની વોર્ડ નં. ૧ થી ૧૮ ને આવરી લેતી  કુલ ૭૭ શાળાઓ તથા ૭ ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ ૩૬ ગ્રાંટેડ માધ્યમિક શાળાઓનો સમાવેશ કરીને કાર્યક્રમ યોજવામાં આવશે.

બે દિવસીય પ્રવેશોત્સવ દરમ્યાન ર૦૬૯ કુમાર, ૧૯૩ર કન્યા એમ કુલ ૪૦૦૧તથા આંગણવાડીમાં ર૬રપ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. પુનઃ પ્રવેશ ૯૩ બાળકોને પણ આ મહોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ અપાશે. ૬ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવશે.

સમગ્ર આયોજનની વિગત જણાવતા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી ડી. બી. પંડયા, શિક્ષણ સમિતિના તમામ સદસ્યોએ જણાવેલ છે કે સમગ્ર રૂટમાં રૂટ ઇન્ચાર્જ, કેળવણી નિરીક્ષક, યુ. આર.સી., સી. આર.સી., આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવાર સમગ્ર આયોજન સંભાળી રહયા છે. આ બે-દિવસીય આયોજન માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ માટે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન, શાસનાધિકારી, સંયુકત માહિતી નિયામક, નાયબ કમિશ્નર કોર્પોરેશનનો સમાવેશ કરાયો છે.

રૂટ નં. ૧ માં મુખ્ય મહેમાન પદે ગોવિંદભાઇ પટેલ, મુકેશભાઇ મહેતા, અંજલીબેન રૂપાણી, જયેશભાઇ રાદડીયા, નીતિનભાઇ ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, બી. પી. ચૌહાણ (આઇએએસ) ડેપ્યુટી સેક્રેટરી, અંજનાબેન મોરઝરીયા, કિરણબેન માંકડીયા, મુકેશકુમાર વી.  પરમાર (આઇએફએસ) ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ મોનીટરીંગ દેવાંગભાઇ માંકડ મહામંત્રી, ગૌરવીબેન ધ્રુવ, ધીરજભાઇ મુગરા, અનુપમસિંઘ ગેહલોત, ભીખાભાઇ વસોયા, અલ્કાબેન કામદાર, ડો. રાજેશભાઇ ત્રિવેદી રૂટ નં. ૩ માં બંછાનિધિ પાની, જીતુભાઇ કોઠારી, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય કો. રૂટ નં. ૮ માં જે. જે. ખાડિયા, અજયભાઇ પરમાર, મુકેશભાઇ ચાવડા, રૂટ નં. ૯ માં લાખાભાઇ સાગઠિયા, જગદીશભાઇ ભોજાણી, રૂટ નં. ૧૦ માં બીનાબેન આચાર્ય, ભારતીબેન રાવલ, રૂટ નં. ૧૧ ઉદયભાઇ કાનગડ, રહીમભાઇ સોરા, અશ્વિનભાઇ મોલિયા, સંજયભાઇ હિરાણી, રૂટ નં. ૧૩ માં અરવિંદભાઇ રૈયાણી, શરદભાઇ તલસાણીયા, મોહનભાઇ કુંડારિયા, કિશોરભાઇ રાઠોડ, રૂટ નં. ૧૬ માં દલસુખભાઇ જાગાણી, ભાવેશભાઇ દેથરીયા, આ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, પ્રભારી, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, વિસ્તારના અગ્રણીઓ, વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ, શાળાના નિવૃત શિક્ષકો, દાતાશ્રીઓ, કેળવણી નિરીક્ષકો, યુઆરસી, સીઆરસી, શાળા પરિવારના સભ્યો વિગેરે ઉપસ્થિત રહીને શાળા પરિવાર તેમજ પ્રવેશ પામનાર બાળકોને પ્રોત્સાહિત કરશે.

કાલે પ્રવેશોત્સવ યોજાનાર શાળા

તા. રરમી, શુક્રવારે, રૂટ નં. ૧ થી ૧૬ મા ૬૩-આદર્શ બાલનિકેતન, વીર સાવરકર હાઇસ્કૂલ, જય રાદલ વિદ્યાલય, ૯૦-આદર્શ પ્રા. સ્કુલ ગ્રાંટેડ, ૯૧, અમથીબા ગર્લ્સ હાઇસ્કુલ, ૮૪-ગીતા વિદ્યાલય, મુરલિધર હાઇસ્કુલ, જી.ટી. શેઠ વિદ્યાલય, ર૬, એકનાથો રાનડે હાઇસ્કુલ, સ્વામી ટેઉરામ સીંધી હાઇસ્કુલ, ૬૯, સરોજીની નાયડુ હાઇસ્કુલ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કુલ પ૭/ર૮, ૬પ/ર૦બી, મહારાણી, લક્ષ્મીબાઇ વિદ્યાલય, સ્વામી નારાયણ ગુરૂકુલ વિદ્યાલય, પ૧/૬ર, પી. એન્ડ ટી.વી. હાઇસ્કુલ, બાલકિશોર વિદ્યાલય, ૮, રમેશભાઇ છાયા બોયસ હાઇસ્કુલ, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કુમાર વિદ્યાલય, ૮૮એ, ૮પ/૮૬, સહજાનંદ હાઇસ્કુલ, પ૯, પ૬, સંસ્કારધામ વિદ્યાલય, ૭૩, પ૮, ૭૦/પ્રા. શા. મંદિર, ૮૯૮, ૪૬, ૭૬, ર૯, સ્વામિ વિવેકાનંદ વિદ્યાલય, ૩૩, ૬૮, ૪૪/૧૦, ૬૭/૯૭, ૩ર/પ૩, મઝહર કન્યા વિદ્યાલય, ૭૮, ૯૬, જય સોમનાથ હાઇસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

શનિવારે કાર્યક્રમ

શનિવારે રૂટ નં. ૧ થી ૧૬ માં ૬૧/૪૯૮, પર, ૬૪૮, ૮૯, તક્ષશિલા વિદ્યાલય ૯પ/૮૮, હ.લ. ગાંધી વિદ્યાવિહાર, ૧૦, આઇ.પી. મીશન ગર્લ્સ હાઇસ્કુલ, ગાંધી જ્ઞાન મંદિર, ૮૩/૮ર/૮૧/૩પ, ૮૭, ૧/૧૬, બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ, શ્રીમતી ર. હ. કોટક કન્યા વિદ્યાલય, કસ્તુરબા વિદ્યાલય, ૪૮, ૧૧/કુમાર મંદિર, ૧૯, ૪, ૪૭, શ્રી મા. આનંદમયી વિદ્યાલય ૯૪, ૯ર/૬૪, ૭૪, ૬૦ જલારામ હાઇસ્કુલ, ૪૯/૮૦, ૯૬૮/૯૯ પ્રિયદર્શીની સેકન્ડરી સ્કુલ ૭૧, ૪૩/૧૦, ૭૭, ૬૬, નુતન ગર્લ્સ હાઇસ્કુલ, ૧૭,૯૮, માસુમ વિદ્યાલય ૧પ જ્ઞાન સરિતા ૭ર, આદર્શ માધ્યમિક શાળા, ૧૩/૧૪, ર૩, સ.વ.પટેલ/ સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.

સમગ્ર બે-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે શૈલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ ચાવડા, અને દિપકભાઇ સાગઠીયા જવાબદારી સંભાળી રહ્યા છે. (૭.૩૪)

(4:15 pm IST)