રાજકોટ
News of Thursday, 21st June 2018

માધાપરને રાજકોટમાં સમાવેશ કરો : ઉગ્ર માંગ

વિસ્તારવાસીઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત : ઓમ રેસિડન્સી, સ્મીતસાગર રેસીડન્સી સહિતના લતાવાસીઓની લેખીત રજૂઆત

રાજકોટ, તા. ર૧: શહેરની ભાગોળે આવેલ માધાપર ગામ રાજકોટ શહેરમાં ભેળવવા વિસ્તારવાસીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

શહેરની ભાગોળે આવેલ આ અંગે લતાવાસીઓએ એક યાદીમાં જણાવ્યું છે કે, આ વિસ્તારની અનેક સોસાયટીઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને આ વિસ્તારના રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉનાળામાં પાણીની તંગી, વરસાદમાં પાકા રોડ, રસ્તાના અભાવે પડતી હેરાનગીતી, કાચા રસ્તાઓ પર પાણીના તળાવો ઉભરાવાની સમસ્યાઓ, ભૂગર્ભ-ડ્રેનેજની સમસ્યાઓ, સ્વચ્છતાનો બીલકુલ અભાવ, અમુક જગ્યાએ સરકારી ખરાબાઓમાં અનઅધિકૃત દબાણો, અમુક વિસ્તારોમાં છાશવારે બંધ પડી જતી લાઇટની સમસ્યાઓથી ત્રસ્ત રહેવાસીઓ ગ્રામ પંચાયત અને રૂડા તંત્ર વચ્ચે અટવાયા કરે છે અને માધાપર ગામ રાજકોટ શહેરમાં ભળવાની લાંબા સમયથી પ્રતિક્ષા કરે છે. (૮.૧૯)

(3:46 pm IST)