રાજકોટ
News of Thursday, 21st June 2018

રવિવારે વોર્ડ નં.૭ની સરકારી શાળાના ૨૨૪ વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ

સ્કુલકીટ અપાશે, જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ : ગજાનનધામનું આયોજન

રાજકોટ, તા. ૨૧ : ગજાનનધામ દ્વારા તા.૨૪ના રવિવારે સાંજે ૫ કલાકે શ્રી બાલાજી મંદિર (કરણસિંહજી હાઈસ્કુલ) ખાતે વોર્ડ નં.૭ની પ્રાથમિક સરકારી સ્કુલના ૨૨૪ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલ છે.

આ સમારોહમાં ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને સ્કુલબેગ, વોટરબેગ, કંપાસ સહિતની શૈક્ષણિક કીટ આપવામાં આવશે.

રવિવારે સાંજે ૫ વાગ્યાથી આયોજીત કાર્યક્રમમાં જરૂરીયાતમંદ બહેનોને સિલાઈ મશીન રાહતદરે આપવામાં આવશે. આ પ્રસંગે પૂ.હરીવલ્લભ સ્વામી, સ્વામી વિવેકસાગરદાસજી, મુનિવત્સલદાસજી સ્વામી તેમજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, દેવાંગભાઈ માંકડ વિ. ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં કિરીટભાઈ પાંધી (૯૮૨૪૨ ૦૪૧૩૦), મુકેશભાઈ ગુસાણી, ભરતભાઈ ગમારા, રાજુભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ મહેતા, તુષારભાઈ રાઠોડ, જગદીશભાઈ રાણપરા, રાજુભાઈ ગોકાણી, અજયભાઈ ચાવડા અને સંજયભાઈ વાઘેલા નજરે પડે છે. (તસ્વીરઃ  અશોક બગથરીયા)(૩૭.૧૦)

(3:46 pm IST)