પારડી રોડ મેદાન ખાતે યોગ કાર્યક્રમનું ગોવિંદભાઇ પટેલના હસ્તે દિપ પ્રાગટય
સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ સહીતના નેતાઓએ યોગ કર્યા
રાજકોટ તા. ર૧ : વિશ્વ યોગ દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના પારડી રોડ આર.એમ.સી. કોમ્પ્લેક્ષ પાસેના મેદાન (ઇસ્ટઝોન)માં સમુહમાં યોગા કરવામાં આવ્યા આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ટાઉન પ્લાનીંગ કમીટી ચેરમેન અનીતાબેન ગૌતમભાઇ ગોસ્વામી, કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠીયા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઇ મહેતા. ડે.કમિશનર ચેતનભાઇ ગણાત્રા (ઇસ્ટઝોન), આસી.કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, વોર્ડ નં.૧૪ પ્રભારી અનીષભાઇ જોષી, તેમજ ભાજપ અગ્રણીઓ ભરતભાઇ કુબાવત, ગૌતમભાઇ ગોસ્વામી, વોર્ડ નં.૧૪ના વોર્ડ ઓફીસર હેમાંદ્રીબા ઝાલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.