રાજકોટ
News of Saturday, 21st May 2022

ગુલાબનગરમાં રમતા રમતા ઘરના ઓટા પરથી પડી જતા ૧ાા વર્ષના રાજનું મોત

પરમ દિવસનો બનાવ : બાળકે સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ,તા. ૨૧ : કોઠારિયા રોડ પર ગુલાબનગરમાં પરમ દિવસે ઘરના ઓટા પરથી રમત રમતા પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્‍યુ હતું.
મળતી વિગત મુજબ ગુલાબનગર રહેતા મુસાફીરભાઇ યાદવનો દોઢ વર્ષનો પુત્ર રાજ પરમ દિવસે પોતાના ઘર પાસે રમતો હતો. ત્‍યારે રમતા રમતા પડી જતા તેને માથાના ભાગે ઇજા થતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું ગઇ કાલે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી.બી.સુખાનંદી તથા હેડ કોન્‍સ. મહેન્‍દ્રભાઇએ કાર્યવાહી કરી હતી.

 

(2:37 pm IST)