રાજકોટ
News of Tuesday, 21st May 2019

ગોંડલ રોડ વેસ્ટ સંઘમાં પૂ. પારસમુનિનું પ્રથમવાર પદાર્પણઃ સંઘમાં ઉમંગ

કાલે નેમીનાથ-વિતરાગ સંઘમાં પદાર્પણ કરશે

રાજકોટ તા. ર૧ :.. ગોંડલ સંપ્રદાયના ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તથા ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મ.સા. શ્રી ગોંડલ રોડ, વેસ્ટ સ્થા. જૈન સંઘની ભાવભરી વિનંતીનો સ્વીકાર કરી આજે શ્રી સંઘમાં પધાયો.

સવારે ૭.૧પ કલાકે સમન્વય ખાદી ભંડાર થી પૂ. ગુરૂદેવોના શાસનદેવના જયનાદ સાથે શોભાયાત્રા પ્રારંભ થઇ  અનેક શ્રાવક-શ્રવિકાઓ જોડાયા. ત્યારબાદ ૭.૩૦ કલાકે ઉપાશ્રયમાં પૂ. ગુરૂદેવોનો પ્રવેશ શ્રમજીવી સંઘના પ્રમુખ હિતેષભાઇ મહેતાની રાપ્યાતર આજ્ઞા લઇને કર્યો ૭.૩૦ થી ૮.૩૦ પૂ. ગુરૂદેવાનું પ્રવચન રહેલ. પૂ. સુશાંતમુનિ મ. સાહેબે મંગલાચરણ કરેલ.

પૂ. પારસમુનિ મ. સાહેબે જણાવેલ કે જે આત્માએ આત્મ કલ્યાણ કરવુ છે. તેણે પોતાના સ્વભાવમાં સ્થિર થયું. વિભાવદશામા અનંતકાળ ગયો. સ્વભાવ દશામાં એકભવના થોડા વર્ષો દઇ દો ભવસફળ થઇ જશે.

રોયલ પાર્ક સંઘ સી. એમ. શેઠ પૌષધ શાળાના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ ઉપસ્થિત રહેલ.

મેહુલભાઇ રવાણીએ સૌનુ સ્વાગત કરેલ. મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ. સંઘ પ્રમુખ કિરીટભાઇ શેઠે ગુરૂદેવોને વિશેષ લાભ આપવા જણાવેલ વર્ષો બાદ પ્રથમ વાર પધાર્યા લાભ આપ્યો શ્રી સંઘ ધન્યતા અનુભવે છે તેમ જણાવેલ.

અ. સૌ. હેતલબેન દિવ્યેશભાઇ મહેતા અને અ. સૌ. ડોલીબેન મેહુલભાઇ રવાણી પ્રેરિત નવકારશી યોજાયેલ. પ્રવચન બાદ પ્રભાવના કનકબેન મહેશભાઇ મહેતા અને ગુલાલબેન અનિલભાઇ મહેતા દ્વારા કરવામાં આવેલ.

આવતીકાલે સવારે ગોંડલ રોડ વેસ્ટ સંઘથી વિહાર કરી પૂ. ગુરૂદેવો વિતરાગ - નેમીનાથ, શ્રી સંઘની વિનંતીને માન આપી ૭.૧પ કલાકે ત્યાં પધારશે. પૂ. ગુરૂદેવોનું સામૈયુ ૭.૧પ કલાકે ત્યાં પધારશે. પૂ. ગુરૂદેવોનું સામૈયુ ૭.૧પ કલાકે કનૈયા ચોક, રૈયા રોડ, ૭.૩૦ થી ૮.૩૦ પ્રવચન, પ્રવચન બાદ નવકારશીનું આયોજન પ્રવચનમાં પધારનારા સાધકો માટે કરવામાં આવ્યું છે.પૂ. ગુરૂદેવો તા. રર એક દિવસની સ્થિરતા નેમીનાથ-વિતરાગ જૈન સંઘમાં રાખશે. સર્વએ લાભ લેવા વિનંતી.

(3:56 pm IST)