રાજકોટ
News of Tuesday, 21st May 2019

મહાજન પાંજરાપોળમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા

પરેશભાઈ મહેતાના પુત્ર દેવનો ધો.૧૦માં ૯૯.૬૯ પીઆર સાથે રાજયમાં ચોથા ક્રમે

રાજકોટઃ ઘણા વર્ષોથી રાજકોટ મહાજન પાંજરાપોળમાં ક્‍લાર્ક તરીકે નોકરી કરતા પરેશભાઈ મહેતાના પુત્ર આજે આવેલ એસ.એસ.સી.  બોર્ડ ની પરીક્ષા માં ૯૯.૯૬ પીઆર સાથે ખુબજ સારા માર્ક્‍સ સાથે ઉત્તીર્ણ થતા તેના માતા અંજનાબેન પિતા પરેશભાઈ મહેતા નું નામ રોશન કરેલ છે.  ખુબજ મધ્‍યમ સ્‍થિતિ માં રહેતું અને પિતા વર્ષોથી પાંજરાપોળ માં ફરજની સાથે અબોલ જીવો ની સેવા કરે છે. આજે આ અબોલ જીવો સેવા કરૂણા ભાવથી કરતા તેમને  ફળેલ છે.  આર્થિક પરિસ્‍થિતિ નો સામનો કરતા હોવા છતાં પિતાના ખભે-ખભા મિલાવી પુત્ર ભણવામાં પણ ખુબજ  એકાગ્રતાથી ખંતપૂર્વક ની મહેનત રંગ લાવી છે. મહાજન પાંજરાપોળ ના ટ્રસ્‍ટીઓ સુમનભાઈ કામદાર,  શ્રેયાનસભાઈ વિરાણી, કરણભાઈ શાહ,  મુકેશભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી,  અરૂણભાઈ દોશી, યોગેશભાઈ શાહ તથા સમગ્ર સ્‍ટાફ ડો. મોહનભાઈ સોરાણી, બીપીનભાઈ પારેખ, ભાવેશભાઈ જલુ, દીક્ષીતભાઈ દેથરીયા, રવિભાઈ પારેખ, હિતેશભાઈ, વિશાલભાઈ, એ દેવ પરેશભાઈ મહેતા ને અભિનંદન આપેલ છે. (મો.નં. ૬૩૫૩૯ ૧૮૫૪૧)

(3:55 pm IST)