રાજકોટ
News of Tuesday, 21st May 2019

ધો.૧૦ના પરિણામમાં સર્વોદય સ્‍કુલનો ડંકો

બોર્ડમાં ૭ છાત્રોને ૯૯.૯૯ પીઆર : બોર્ડ ટોપમાં ૧૬ છાત્રોએ મેળવ્‍યુ સ્‍થાન : ભાર વગરનું ભણતર સાર્થક કરતી સર્વોદય સ્‍કુલ

રાજકોટ, તા. ૨૧ : ગુજરાત રાજય માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે માર્ચ-૨૦૧૯નાં જાહેર થયેલા ધો. ૧૦નાં પરિણામમાં રાજકોટ શહેરની સર્વોદય સ્‍કૂલે શ્રેષ્‍ઠ પરિણામ પ્રાપ્‍ત કર્યું છે. જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્‍કૂલનું પરિણામ ૯૮.૬૫% જાહેર થયું હતું. ૭-૭ વિદ્યાર્થીઓએ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું તેમજ ૧૬-૧૬ વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ ૧૦માં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું. ૯૯થી વધુ પીઆર મેળવવામાં રેકોર્ડ બ્રેક ૪૯ વિદ્યાર્થીઓ સફળ રહયા છે. જેમાં ઘપ વિદ્યાર્થીઓએ બક્ષ ગ્રેડ અને ટઠ વિદ્યાર્થીઓએ બદ્ર ગ્રેડ પ્રાપ્‍ત કરેલ છે.

બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો. ૧૦ નાં પરિણામમાં સર્વોદય સ્‍કૂલે ફરી શ્રેષ્‍ઠ સફળતા પ્રાપ્‍ત કરી છે. સર્વોદય સ્‍કૂલમાંથી પટેલ ક્રિશી, નસીત હેલી, સુરેજા ઋષીકુમાર, પોકર નિધી, ભાડેશીયા સાહિલ, ત્રાડા કેવીન, કાલાવડિયા એકતા આ ૭-૭ વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું તથા રાઠોડ તન્‍વી અને દુમાદિયા હાર્દિકે ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્‍ત કર્યું. રૂપાપરા જાનવી ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડમાં ચોથા ક્રમ, ભટ્ટ મૌલીક અને રૂપારેલીયા અભીએ ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠો ક્રમ, દોમડિયા વાસુ અને સાવલીયા આયુષે ૯૯.૯૩ પીઆર સાથે બોર્ડમાં સાતમો ક્રમ અને દાવડા રુચી અને ગજજર જેનીલે ૯૯.૯૦ પીઆર સાથે બોર્ડમાં દસમો ક્રમે રહીને બોર્ડ ટોપ ટેનમાં વિદ્યાર્થીએ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ છે.

સર્વોદય સ્‍કૂલ દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ઘરમૂળથી બદલાવ કરી, વર્કબુક, હોમવર્ક બુક તથા અન્‍ય સાહિત્‍યને બદલે ચેપ્‍ટરવાઈઝ વર્કશીટબંચ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગથી માત્ર વિદ્યાર્થીઓના દફતરનો જ નહી પણ દિમાગનો પણ ભાર હળવો કરવામાં સ્‍કૂલને સફળતા મળી છે. વર્કશીટબંચ પદ્ધતીથી સ્‍કૂલે ઉતરોતર શ્રેષ્‍ઠ પરિણામ આપવામાં સફળતા મેળવી છે. જેમાં ગયા વર્ષે ૯૯ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા ૪૪ હતી જે આ વખતે વધીને ૪૯ થઈ છે. આ ઉપરાંત શાળાનાં પરિણામ પર નજર કરીએ ૩૫ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ પ્રાપ્‍ત કરેલ. ૯૮ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા ૭૨છે. તો ૯૫ થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૧૬ છે. જયારે ૯૦થી વધુ પીઆર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા ૨૧૬ છે.

સર્વોદય શાળા પારિવારીક ભાવનાઓથી બાળકનું ઘડતર કરે છે તેથી મજુરી કામ કરતા પરીવારને આર્થિક સહાય રૂપ બની છે એવા અથાગ મહેનતથી અણદાણી કેવીને ૯૯.૮૭ પીઆર પ્રાપ્‍ત કર્યા છે તેમજ રાબડીયા શિવાનીને શાળા સહાયરૂપ બની તેના પરિણામ સ્‍વરૂપે તેમણે પણ ૯૯.૮૮ પીઆર પ્રાપ્‍ત કરેલ.

આ ઉપરાંત શાળામાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૦૦% પરિણામ આવ્‍યું હતું. જયારે સીબીએસઈ બોર્ડમાં ધો. ૧૦ માં સતત દસ વર્ષથી પરિણામ ૧૦૦% રહ્યું હતું.

શાળાના ઝળહળતા પરિણામ બદલ સ્‍કૂલનાં સંસ્‍થાપક  ભરતભાઈ ગાજીપરા, આચાર્યા શ્રીમતી ગીતાબેન ગાજીપરા, ટ્રસ્‍ટી ગૌરવભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ, ધો. ૧૦ નાં વિભાગીય વડા પુલકીતભાઈ પટેલ, ચેતનાબેન ભિમાણી અને સમગ્ર સ્‍ટાફને અભિનંદન પાઠવ્‍યાં હતા.

પટેલ ક્રિશી

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર પટેલ ક્રિશીને આગળ ભણી આદર્શ ડોકટર બનવાની ખ્‍વાહીશ છે. ક્રિસી કહયું કે ૯૯+ પીઆર નાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્‍કૂલમાં અમલી વર્કશીટબંચથી ખુબ જ ફાયદો થયો હતો.

ક્રિશી કહયું કે વર્કશીટબંચમાં ચેપ્‍ટરવાઈઝ સંપૂર્ણ પાઠયપુસ્‍તકનો સાર આવી જતો હોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્‍ટ, યુનિટ ટેસ્‍ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્‍ડ ખૂબ જ ઉપયોગી બનેલ છે.

ક્રિશી કહે છે કે માત્ર અભ્‍યાસમાં રચ્‍યા પચ્‍યા રહેવાથી એકાગ્રતા તુટી જાય છે. આ માટે મે ફ્રેશ થવા માટે મારા તમામ શોખ ને જાળવી રાખ્‍યા હતા.

નસીત હેલી

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર નસીત હેલી ને આગળ ભણી આદર્શ ડોકટર બનવાની ઈચ્‍છા છે. હેલીએ કહયું કે ૯૯+ પીઆરનાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્‍કૂલમાં એકસ્‍ટ્રા કલાસનો ખુબ જ ફાયદો થયો હતો.

હેલી કહે છે કે, ‘આયોજનબદ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્‍ત કરી છે. મારા માતા-પિતાને પણ સર્વોદય શાળા પર સંપૂર્ણ વિશ્‍વાસ છે કે શાળા શિક્ષણની સાથે સાથે અમારા શ્રેષ્‍ઠ ચારિત્ર્ય ઘડતરમાં પણ સહભાગી બનશે. ડોકટર બનવાના ટાર્ગેટ સાથે જ ધો. ૧૦ થી જ તૈયારી કરી લીધી હતી. તથા સ્‍કૂલ અને પરીવારના સહયોગ થી ૯૯+ પીઆર મળવાનો વિશ્‍વાસ હતો.' તેમજ ફ્રેશ થવા માટે હું કોમેડી સીરીયલ પણ જોઈ લેતી હતી.

સુરેજા ઋષીકુમાર

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર સુરેજા ઋષીકુમાર ને આગળ ભણી કમ્‍પ્‍યુટર એન્‍જીનિયર બનવું છે. ઋષીકુમારે કહયું કે ૯૯+ પીઆરનાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી.

ઋષીકુમાર કહે છે કે, શરૂઆતથી જ સ્‍કૂલ ઉપરાંત દરરોજની પાંચ થી છ કલાકની મહેનત કરી હતી. છેલ્લા દિવસોમાં દરરોજની ૮ થી ૧૦ કલાકની મહેનતનું આ પરિણામ છે. પાઠયપુસ્‍તકની સાથો સાથ સ્‍કૂલમાંથી અપાતી વર્કશીટનાં કારણે ખુબ જ ફાયદો થયો છે. ઋષીકુમાર કહે છે કે, ભણવાની સાથે-સાથે દરરોજ ન્‍યુઝ પેપર વાચવાનો શોખ પણ જાળવી રાખ્‍યો હતો.

પોકર નીધી

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર પોકર નીધી ને આગળ ભણી સી.એ. બનવું છે. નીધીએ કહયું કે શરૂઆતથી આત્‍મ વિશ્‍વાસ સાથે તૈયારી કરી હતી.

નીધી કહે છે કે, મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરિવાર અને મારા પરિવારને આભારી છે. દૃઢ સંકલ્‍પ કરી અને પહેલેથી જ પોતાનો ધ્‍યેય નકકી કરીને મહેનત કરવામાં આવે  તો આવી સફળતા મેળવી શકાય છે. સર્વોદય સ્‍કૂલના પેપર રાઉન્‍ડ ખુબ જ ઉપયોગી બન્‍યા છે.

ભાડેશીયા સાહીલ

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર ભાડેશીયા સાહીલ ને આગળ ભણી કમ્‍પ્‍યુટર એન્‍જીનિયર બનવું છે. ભાડેશીયા સાહીલે કહયું કે ૯૯+ પીઆરનાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી.

સાહીલ કહે છે કે, મારી સફળતામાં ટાઈમ-ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા-પિતાનો સંપૂર્ણ સહકાર ખુબ રહેલો છે. સર્વોદય સ્‍કૂલમાં હંમેશા દરેક વિષય ઊંડા અને તલસ્‍પર્શી જ્ઞાન સાથે ભણાવવામાં આવે છે. તેમજ સાથે-સાથે જીવન ઘડતર માટેના પણ શ્રેષ્‍ઠ પ્રયાસો થાય છે. તેથી જ આ સફળતા પ્રાપ્‍ત કરી છે. તેમજ મે મારાક્રિક્રેટનાં શોખને પણ જાળવી રાખ્‍યો હતો.

ત્રાડા કેવીન

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર ત્રાડા કેવીનને આગળ ભણી આદર્શ ડોકટર બનવાનું સ્‍વપ્‍ન છે. કેવીને કહયું કે ઠઠત્ર .ચ નાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્‍કૂલમાં અમલી વર્કશીટબંચથી ખુબ જ ફાયદો થયો હતો.

કેવીને કહયું કે, વર્કશીટબંચમાં ચેપ્‍ટરવાઈઝ સંપૂર્ણ પાઠયપુસ્‍તકનો સાર આવી જતો હોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્‍ટ, યુનિટ ટેસ્‍ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્‍ડ ખૂબ જ ઉપયોગી બનેલ છે. મે કલાસવર્કને ખૂબ જ મહત્‍વ આપ્‍યું હતું.

કાલાવાડીયા એકતા

બોર્ડ માં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર કાલાવાડીયા એકતાને આગળ ભણી એન્‍જીનિયર બનવું છે. એકતાએ કહયું કે ૯૯+ પીઆરનાં ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી.

એકતા કહે છે કે, ‘આયોજન બદ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્‍ત કરી છે. એન્‍જીનીયર બનવાના ટાર્ગેટ સાથે જ ધો. ૧૦ થી જ તૈયારી કરી લીધી હતી. તથા સ્‍કૂલ અને પરીવારના સહયોગ થી ૯૯+ પીઆર મળવાનો વિશ્‍વાસ હતો.' સાથે સાથે મે મારા ડ્રોઈંગના શોખને પણ કાયમી જાળવી રાખ્‍યો હતો.

કેતન અણદાણી

બોર્ડ માં ૯૯.૮૭ પીઆર પ્રાપ્‍ત કરી અણદાણી કેવીને પોતાના પરીવાર તથા શાળા પરીવારને ગૌરવ અપાવ્‍યું છે. નબળા વર્ગનાં પરીવાર માંથી આવતા કેવીને શાળામાંથી આર્થીક મદદ મળી ત્‍યારથી જ શ્રેષ્‍ઠ પરીણામ મેળવવાનું નકકી કર્યું હતું અને આજે તેણે એ સ્‍વપ્‍નને સાકાર કર્યું છે. કેવિન કહે છે કે આજે મને જે સફળતા મળી છે એ માટે હું સર્વોદય શાળા પરિવારની કાયમી આભારી રહીશ અને ભવિષ્‍યમાં હું એન્‍જીનીયર બનીશ તો પણ હું સર્વોદય શાળા પરીવારનો ઋણી રહીશ.

શિવાની રાબડીયા

બોર્ડમાં ૯૯.૮૮ પીઆર પ્રાપ્‍ત કરી રાબડીયા શિવાનીએ પોતાના પરીવાર તથા શાળા પરીવારને ગૌરવ અપાવ્‍યું છે. નબળા વર્ગનાં પરીવાર માંથી આવતી દિકરી શિવાનીને શાળામાંથી આર્થીક મદદ મળી ત્‍યારથી જ શ્રેષ્‍ઠ પરીણામ મેળવવાનું નકકી કર્યું હતું અને આજે તેણે એ સ્‍વપ્‍નને સાકાર કર્યું છે. શિવાની કહે છે કે આજે મને જે સફળતા મળી છે એ માટે હું સર્વોદય શાળા પરિવારની કાયમી આભારી રહીશ અને ભવિષ્‍યમાં હું સરકારી ઓફીસર બનીશ તો પણ હું સર્વોદય શાળા પરીવારની ઋણી રહીશ.

(3:48 pm IST)